For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બે સોસાયટીના કોમન પ્લોટમાં કબજાની બબાલ, ટોળું પોલીસ મથકે પહોંચ્યું

04:32 PM Mar 30, 2024 IST | Bhumika
બે સોસાયટીના કોમન પ્લોટમાં કબજાની બબાલ  ટોળું પોલીસ મથકે પહોંચ્યું
  • સાંઇબાબા પાર્ક અને ઉત્સવ પાર્કના કોમન પ્લોટ ઉપર પ્રકાશે કબજો જમાવી લીધો, ઉપરથી સાગરિતો બોલાવી પથ્થરમારો કરતા બાળક સહિત બે ઘવાયા, સોસાયટી ખાલી કરી જતાં રહેવા લોકોને ધમકી, અંતે ગુનો નોંધાયો

શહેરમાં ગોંડલ રોડ અટીકા ફાટક નજીક આવેલા સાંઇબાબા સર્કલ પાસે આવેલી ઉત્સવ સોસાયટી અને આસોપાલવ સોસાયટીના કોમન પ્લોટમાં ફેન્સીંગ દિવાલ બનાવવા માગલે સોસાયટીમાં રહેતા એક શખ્સે ધમકી આપી કે અહીં દિવાલ બનશે કે કોમન પ્લોટનો ઉપયોગ કરશે તો તેને જાનથી મારી નાખીસ તેમજ આરોપીએ ભાડુતી માણા મોલાવી પથ્થર મારો કરતાં એક કારખાનેદાર અને બાળકને ઇજા પહોંચી હતી. આ ઘટનાથી ડરી ગયેલા સોસાયટીનાં લોકો તુરંત જ આજીડેમ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યાં પીઆઇ જાડેજાએ ન્યાયની ખાતરી આપતાં આરોપી અને તેમના સાગરીત સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

Advertisement

બનાવની વિગતો અનુસાર શહેરના રોલેક્ષ રોડ સાંઇબાબા સર્કલ પાસે આવેલી ઉત્સવ પાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ કાનજીભાઇ ઠુમ્મર (પટેલ) (ઉ.43) એ ફરીયાદમાં આસોપાલવ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઇ અને તેમના સાગરીતો વિરૂધ્ધ કલમ 323, 337, 504, 506 (2) અને 114 હેઠળ ગુનો નોંધવામાં આવતા હેક કોન્સ્ટેબલ એ.એમ. ધરજીયા અને સ્ટાફે આરોપીઓને પકડી લેવા તજવીજ શરૂ કરી છે.

ભાવેશભાઇએ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમને સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં કારખાનુ આવેલું છે. ગઇકાલે રાત્રીના સાડા નવેક વાગ્યે ઉત્સવ પાર્ક અને આસોપાલવના માણસો બન્ને સોસાયટી વચ્ચે આવેલ કોમન પ્લોટ આવેલ છે. જેથી આ પ્લોટનો ઉપયોગ તેમાં વાહન રાખવા કરતા હોય છે. ત્યારે આ કોમન પ્લોટમાં ફેન્સીંગ દીવાલ બનાવવાનું નકકી કરતાં આસોપાલવ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઇ આ કોમન પ્લોટમાં દીવાલ બનાવવાની ના પાડી અને આ પ્લોટમાં કાંઇ કરશો તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. ત્યારબાદ ભાવેશભાઇ પોતાનો મોબાઇલ જોતા હતા ત્યારે આરોપી પ્રકાશે કહ્યું કે તું શું વિડીયો શુટીંગ ઉતારે છે કહી પથ્થરનાં ઘા કરતા ભાવેશભાઇ અને ત્યાં રહેલ એક નાના બાળકને પથ્થર વાગતા તેમને મુંઢ ઇજા થઇ હતી.ત્યારબાદ સોસાયટીના લોકો એકઠા થતાં પ્રકાશનાં સાગરીતોએ પથ્થરનાં ઘા કર્યા હતા. બાદમાં તેમને ધમકી આપી આરોપીઓ ભાગી ગયા હતા. આ મામલે બન્ને સોસાયટીનાં લગભગ 50 લોકો એકઠા થઇ આજીડેમ પોલીસ મથકે પહોંચતા ત્યાં પીઆઇ એ.બી. જાડેજા અને સ્ટાફે ન્યાયની ખાતરી આપી ગુનો નોંધાયો હતો.

Advertisement

પથ્થરમારાથી વાહનોમાં નુકસાન

ઉત્સવ પાર્ક અને આસોપાલવ સોસાયટીનાં કોમન પ્લોટમાં દીવાલ બનાવવા મામલે પ્રકાશભાઇ અને તેમના સાગરીતોએ પથ્થરમારો કર્યો હતો. જેના પગલે એક બાળક સહીત બે વ્યકિતને ઇજા થઇ હતી. તેમજ સોસાયટીમાં પાર્ક કરેલા વાહનોમાં પણ નુકસાન થયું હતું. હાલ આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

હુમલાખોરો મહિલા કોર્પોરેટરના પતિના મળતિયા હોવાનો લતાવાસીઓનો આક્ષેપ

સાંઇબાબા સર્કલ પાસે ઉત્સવ પાર્ક સોસાયટીમાં કોમન પ્લોટમાં ફેન્સીંગ કરવા મામલે મોડી રાતે માથાકુટ થઇ હતી. આ મામલે પ્રકાશભાઇ અને તેમના સાગરીતો દ્વારા પથ્થરમારો કરતા ઘણા લતાવાસીઓને ઇજા થઇ હતી. આ મામલે સોસાયટીમાં રોષે ભરાયેલી મહીલાઓએ આક્ષેપ કર્યો હતો કે 25 જેટલા આરોપીઓનું ટોળુ ગાડીમાં હથિયાર લઇ આવ્યા હતા અને સોસાયટીમાં રહેતા લોકોને ધમકી આપી હતી. તેમજ આરોપીઓ કહેતા હતા કે પોલીસ અમારા ખિસ્સામાં છે. અમારૂ કાંઇ બગાડી નહીં શકે જેથી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમનું અમારા વિસ્તારમાં તેમજ કોઠારીયા વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવે આરોપીઓ વોર્ડ નં. 18ના મહીલા કોર્પોરેટરના પતિના મળતીયા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement