રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુરુની આજ્ઞા પાળવી અને ગુરુમાં નિર્દોષ બુદ્ધિ રાખવી એ ગુરુપૂજન: મહંતસ્વામી

03:42 PM Jul 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અષાઢી પૂર્ણિમાનો આજનો દિવસ ભગવાન વેદવ્યાસજીની સ્મૃતિરૂપે વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. બોચાસણ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિ નારાયણ મંદિરખાતે અષાઢી પૂર્ણિમા ગુરુપૂર્ણિમાનો ઉત્સવ તા.21 જુલાઇ 2024 રવિવારના રોજ પરંપરાગત રીતે ગુરુવર્ય મહંત સ્વામી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો હતો. વહેલી સવારે મહંતસ્વામી મહારાજે મંદિરમાં ઠાકોરજીની આરતી ઉતારી ગુરુ શિખરોમાં ગુણાતીત ગુરુપરંપરાની મૂર્તિઓના દર્શન કરી પ્રાર્થના કરી હતી.

પવિત્ર દિવસે ગુરુના દર્શન તથા ગુરુભક્તિ અદા કરવા સમગ્ર દેશ-વિદેશના હરિભક્તો અને ભાવિકો ખૂબ મોટી સંખ્યામાં પધાર્યા હતા. ઉપરાંત ઘણા હરિભક્તોએ પદયાત્રા, સાયકલયાત્રા કરીને પણ વિશિષ્ટ ગુરુભક્તિ અદા કરી હતી. સવારે 8:30 વાગ્યે મંદિર પરિસરના વિશાળ સભાગૃહમાં નિર્ધારિત સમય અનુસાર ધૂન-પ્રાર્થના-સ્તુતિ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવની સભાની શરૂૂઆત થઈ હતી.મહાન પુરુષો સાચા ગુણાતીત ગુરુની ઓળખાણ માટે ત્રણ મુદ્દા સમજાવે છે. (1) ગુરુના ગુરુનું વર્તન 2)ગુરુનું પોતાનું વર્તન અને (3) વર્તમાન ગુરુના સંગ થકી જે થયા હોય તેને જાણવા. આ ત્રણ રીતે ગુરુની તપાસ કરીને પછી ગુરુ કરવા જોઈએ. જે આજના ગુરુ પૂર્ણિમા ઉત્સવનો મધ્યવર્તી વિચાર હતો.આદર્શજીવન સ્વામીએ ગુરુની ગુણ ગાથા વર્ણવતા જણાવ્યુ હતું કે વર્તમાન ગુરુ પ્રગટ બ્રહ્મ સ્વરૂૂપ મહંતસ્વામી મહારાજના જીવનમાં રહેલ ભગવાન પ્રત્યેની નિષ્કામ ભક્તિ, અહંશૂન્યતા, નમ્રતા, સૌનું ભલું કરવાની ભાવના, ભગવાનના કર્તાપણાના અનુસંધાન વિષયક વિવિધ પ્રસંગોને નિરુપ્યા હતા. સદગુરુવર્ય સંત ત્યાગવલ્લભ સ્વામીએ તેઓના વક્તવ્યમાં ભગવાન સ્વામિ નારાયણના જીવન કાર્યનું નિરૂૂપણ કરીને ગુણાતીત સંતોની પરંપરા દ્વારા ભગવાન સ્વામિ નારાયણ પ્રગટ છે એ વાત દોહરાવી હતી. ભક્તિપ્રિય સ્વામીએ આદર્શ શિષ્ય કેવી રીતે બનીશું એ વિષયક માર્ગદર્શન આપ્યું હતું.

ઉત્સવ સભામાં ઉપસ્થિત સૌ હરિભક્તોએ પણ મંત્ર પુષ્પાંજલી દ્વારા સ્વામીનેવધાવ્યા હતા. ‘ગુરુની આજ્ઞા પાળવી અને ગુરુમાં નિર્દોષ બુદ્ધિ રાખવીએ ગુરુ પૂજન આજે ગુરુ પુનમ છે તો સૌ તને, મને ધને સુખી થાય. બધાને પરસ્પર પગે લાગીએ, આદર આપીએ. એ ગુરુ પૂજન થયું કહેવાય.’ આજના પ્રસંગે સાંસદો અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહી ગુરુહરિ મહંતસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરુ પૂર્ણિમાની સભામાં દેશ અને વિદેશના મળી કુલ 60,000 જેટલા હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમની વ્યવસ્થામાં સ્થાનિક સંતોના માર્ગદર્શન મુજબ 5000 જેટલા સ્વયંસેવકો સેવામાં જોડાયા હતા.

Tags :
gujaratgujarat newsmahantswami
Advertisement
Next Article
Advertisement