વીંછિયાની નર્સિંગ છાત્રાનો રાજકોટની હોસ્ટેલમાં ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ શહેરના ભીચરી રોડ પર આવેલી એચ.એન. શુકલા કોલેજમાં નર્સિંગમાં અભ્યાસ કરતી અને ત્યાં હોસ્ટેલમાં રહેતી મૂળ વિંછીયાની પાયલ મનુભાઈ ખીહડીયા (ઉ.વ.19)એ હોસ્ટેલમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જોકે કયા કારણથી આ પગલું ભર્યું તે વિશે કુવાડવા રોડ પોલીસને કોઈ ચોક્કસ માહિતી મળી નથી.
પોલીસે જણાવ્યું કે પાયલ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી.શુક્રવારે બપોરે તે કોલેજે હતી.તે વખતે કલાસ ટીચરને મને તાવ છે, સારૂૂં નથી તેમ કહી હોસ્ટેલે જતી રહી હતી. જયાં તેણે પોતાના રૂૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
અભ્યાસ પુરો કર્યા બાદ તેની ચાર રૂૂમપાર્ટનર હલે આવી ત્યારે પાયલને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ આઘાતથી સ્તબ્ધ થઈ ગઈ હતી. તત્કાળ કોલેજના સંચાલકોને જાણ કરી હતી. જેમાંથી કોઈએ 108ને જાણ કરતાં તેના તબીબે પાયલને મૃત જાહેર કરી હતી.જાણ થતાં કુવાડવા રોડ પોલીસના એએસઆઈ મોહિતભાઈએ સ્થળ પર જઈ જરૂૂરી કાર્યવાહી કરી હતી.પોલીસ સૂત્રોએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આપઘાત પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. કારણ જાણવા પોલીસે તપાસ જારી રાખી છે.