રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

CBRT પદ્ધતિ નાબુદ કરવા કલેક્ટર કચેરીમાં NSUIનું હલ્લાબોલ

04:23 PM Aug 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ધોળે દિવસે કચેરીના દરવાજા બંધ કરવા પડ્યા, ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન પહેલાંના અને પછીના માર્કસ જાહેર કરવા માંગ

રાજ્યભરમાં ફોરેસ્ટ ભરતીમાં ગોટાળા બાબતે ઉમેદવારોનો વિરોધ ફાટી નીકળ્યા બાદ આજે રાજકોટમાં એનએસયુઆઇ દ્વારા કલેકટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ સાથે સુત્રોચ્ચાર અને રજુઆત કરવામાં આવી હતી. એનએસયુઆઇના પ્રદેશ મંત્રી અંકિત સોંદરના સહિતના હોદેદારોએ કલેકટર કચેરીની અંદર ઘુસવાનો પ્રયત્ન કરતા પોલીસ દ્વારા આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. એનએસયુઆઇ દ્વારા કલેકટરને રજુઆતમાં જણાવાયું હતું

છેલ્લા ઘણા સમયથી ગૌણસેવા દ્વારા, ફોરેસ્ટ, સીસીઇ, સબ- ઓડિટર, સિનિયર સર્વેયર, ઙહફક્ષક્ષશક્ષલ ફતતશતફિંક્ષિ,ં ઠજ્ઞસિ ફતતશતફિંક્ષિ,ં મદદનીશ ઇજનેર સિવિલ, ગ્રાફિક ડિઝાઈનર.. એમ અલગ અલગ સવર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે.આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલી વાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ સીબીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વસનીય, પારદર્શી, પેપર રહિત, ભૂલ રહિત છે, પરંતુ છેલ્લે લેવાયેલ પરીક્ષાઓ અનેક છબરડા સામે આવ્યા છે. ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓ ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે.

ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાકટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષા નો કોઈ અનુભવ જ નથી હોતો તેમ જ ગૌણસેવા ના અધિકારી અને એજન્સી ના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે, તેમાં સૌથી વધુ ભાષાંતર ની ભૂલો જોવા મળે છે. એકથી વધારે શિફટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નો નું સ્તર જળવાતું નથી, કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે. પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરીટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસાઇથી માપી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી. આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકશાનકારક અને અન્યાય કરતા છે.

2022 માં ફોરેસ્ટ બીટ ગાર્ડ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. 823 પદ માટે 8 લાખ અરજીઓ થઈ હતી અને તેમાંથી 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી લેવાઇ હતી. જેમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી હતી, વિધાર્થીઓના માર્ક્સ જાહેર થવા જોઈએ તે અંગે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ના પાડવામાં આવી છે, જેને લઈ અમારી માંગ છે કે નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના માર્ક્સ જાહેર કરવામાં આવે, સીબીઆરટી પદ્ધતિ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે અને સાથે જ જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓમાં વધારો કરવામાં આવે એમ સીબીઆરટી પ્રમુખ નરેન્દ્ર સોલંકીની યાદીમાં જણવાવું છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement