રાજકોટમાં NSUI દ્વારા મણિપુર હિંસાના મૃતકોને શ્રદ્ધાંજલિ, સરકારનો કરાયો વિરોધ
મણિપુરમાં ફરીથી હિંસા શરૂ થઇ છે. આગ લાગવાના બનાવોથી તેમજ પથ્થરમારા સહિતની ઘટનામાં અસંખ્ય લોકોના મોત થયા છે તેવા મૃતકોને રાજકોટમાં NSUIદ્વારા મીણબતી પ્રગટાવી અને શ્રધ્ધાજંલી પાઠવવામાં આવી હતી તેમજ પોસ્ટર દર્શાવી સરકાર નિષ્ફળ ગઇ હોવાનો વિરોધ કર્યો હતો.
ગજઞઈંના અંકિત સોંદરવાએ જણાવ્યું હતુ કે, છેલ્લા એક વર્ષથી મણિપુરમાં લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. એવામાં ફરી એકવાર હિંસા ભડકી છે.
બે બાળકો અને એક મહિલાનો મૃતદેહ નદી કિનારેથી મળી આવ્યો છે આ જોતા એવું લાગી રહ્યું છે કે ડબલ એન્જિન સરકાર હેઠળ ન તો મણિપુર એક છે, અને ન તો મણિપુર સુરક્ષિત છે.
મે 2023થી, રાજ્ય અકલ્પનીય પીડા, વિભાજન અને વધતી હિંસામાંથી પસાર થઈ રહ્યું છે. જેનાથી ત્યાંના લોકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. અમે આ વાત પૂરી જવાબદારી સાથે કહી રહ્યા છીએ કે એવું લાગે છે કે, ભાજપ જાણી જોઈને મણિપુરને સળગાવવા માંગે છે, કારણકે તે પોતાની ધૃણિત વિભાજનકારી રાજનીતિ કરે છે.