રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આંબેડકર ક્ધયા છાત્રાલયમાં અપૂરતી સુવિધાઓ તાકીદે પૂર્ણ કરવા NSUIની માંગ

04:52 PM Sep 10, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરમાં અનુસુચિત જાતિ કલ્યાણ સંચાલિત આંબેકડર ક્ધયા છાત્રાલયમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ હોવાનું તેમજ નબળી ગુણવત્તા વાળુ ભોજન અપાતું હોવાનું તેમજ નબળી ગુણવત્તા વાળુ ભોજન અપાતું હોવાનો આક્ષેપ કરી એનએસયુઆઈના આગેવાનોએ સમાજ કલ્યાણ વિભાગનાં નાયબ નિયામકને આવેદન આપ્યું છે.
રાજકોટ ખાતે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત આંબેડકર ક્ધયા સરકારી છાત્રાલયમાં અંદાજે 100 થી વધારે વિદ્યાર્થીઓ રહે છે. જ્યારે ઘણા સમયથી આ વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે છાત્રાલયમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે હોસ્ટેલમાં યોગ્ય રીતે સફાઈ થતી નથી. હોસ્ટેલમાં ઘણાં લાઈટ પંખા પણ કામ નથી કરતાં અને ખાસ તો જમવાનું પણ ખરાબ ગુણવત્તા વાળુ તેમને આપવામાં આવે છે તેવી ત્યાંના વિદ્યાર્થીઓની ફરિયાદ છે.

આ બાબતે વારંવાર વિદ્યાર્થીનીઓ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. જેથી આપશ્રીને વિનંતી કરીએ છીએ કે જે જેમને કોન્ટ્રાકટરને આપેલો છે તેમની સામે તાત્કાલીક ધોરણે પગલાં લેવામાં આવે અને સાફ-સફાઈનો કોન્ટ્રાકટ ચલાવતી એજન્સી પર પણ પગલાં લેવામાં આવે અને કોઈ અન્ય સારી એજન્સીને આ કોન્ટ્રાકટ આપવામાં આવે તો વિદ્યાર્થીઓને સારું ગુણવત્તાયુકત ભોજન મળી રહે. તેવું એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ સમાજ કલ્યાણનાં નાયબ નિયામકને આવેદન આપ્યું છે.

Tags :
Ambedkar Girls Hostelgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement