બેફામ ફી ઉઘરાવતી કર્ણાવતી સ્કૂલમાં NSUIનો હલ્લાબોલ
સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા પાંચ મહીનાથી સભ્યો નહીં હોવાથી શાળાઓ મનમાની ચલાવી બેફામ ફીના ઉઘરાણા કરી હોવાથી આજરોજ એનએસયુઆઇ દ્વારા રેલનગરમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કુલ ખાતે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને શાળાના ફિ સ્લેબનું બોર્ડ મારવા જણાવ્યું હતું. ઉપરાંત વિરોધ નહી કરવા માટે લગાવેલ બોર્ડને ઉખાડી ફેકવામાં આવ્યો હતો.
એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, રવિભાઇ જીત્થા, જયદીપ મિયાત્રા, સમીર ચૌહાણ અને ગૌરવ ખીમસુરીયા સહીતના વિદ્યાર્થી નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું.
રજુઆતમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં દિવસેને દિવસે શિક્ષણ માફિયાઓ બેફામ બની વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે. સરકાર દ્વારા આવા શિક્ષણ માફિયાઓ ઉપર નિયંત્રણ લાવવા માટે 2017 માંFee Regulatory Committee (FRC)ની રચના કરવામાં આવી હતી આ કમિટી રચવા પાછળનો મુખ્ય હેતુ એ હતો કે જે રીતના શિક્ષણમાં ફી ગેરરીતિ થઈ રહી છે.
વિધાર્થીઓ અને વાલીઓને આવા શિક્ષણ માફિયાઓ જે રીતે લૂંટી રહ્યા છે તેમાં તેમને યોગ્ય ન્યાય મળે અને આવા માફીયાઓ ઉપર નિયંત્રણ આવે અને આવી સ્કુલો ઉપર લગામ લાગે. પરંતુ આજના સમય આ વિપરીત જોવા મળી રહ્યું છે FRC કમિટી જાણે શોભાના ગાંઠિયા બની ગયું હોય તેમ લાગી રહ્યું છે જે ગુજરાત રાજ્યની કમનસીબી ગણી શકાય કેમ કે આ કમિટી જાણે શિક્ષણ માફિયાઓ ને ખુલ્લે આમ લુંટવાનો પરવાનો આપતી હોય તેવું લાગી રહ્યું છે.
આ સંદર્ભમાં રાજકોટની મધ્યમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશન સ્કૂલ જે હાલ ખૂબ ચર્ચામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની ફરિયાદના આધારે NSUI દ્વારા આ સ્કૂલમાં પ્રાથમિક સુવિધાઓ, ફાયર સેફ્ટી અને તેના નિયમો, શિક્ષણ અને FRC ના જે નિયમો કાયદાઓ અને જે વારાધોરણો છે તેનું ચુસ્ત પણે પાલન થાય. અને વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપર કોઈ ફી નો મોટો બોજ ના આવે અને એક સારા વાતાવરણ શિક્ષણ મળે અને બેફામ બનેલા શિક્ષણ માફીયાઓ જે રીતના વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટી રહ્યા છે તેના પર નિયંત્રણ આવે તે હેતુથી આજે NSUI નો આ સ્કૂલ ઉપર હલ્લા બોલ થયો હતો.