For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે ભાજપના નામે છેતરપિંડી, સાયબર ગઠિયાઓ સામે ચેતવણી

05:09 PM Mar 11, 2024 IST | Bhumika
હવે ભાજપના નામે છેતરપિંડી  સાયબર ગઠિયાઓ સામે ચેતવણી
  • ત્રણ મહિનાના ફી રિચાર્જની લીંક આવે તો ફસાતા નહીં

સાયબર ગઠીયાઓ ઓનલાઇન છેતરપીંડી માટે નવી-નવી તરકીબો અજમાવી લોકોના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે. હવે સાયબર ગઠીયાઓએ ભાજપના નામે લીંક મોકલી છેતરપીંડીના ગોરખધંધા શરૂ કરતા સાયબર ક્રાઇમ દ્વારા આ અંગે લોકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે.છેલ્લા કેટલાક સમયેથી મોબાઈલમાં લિંક મોકલી તેમાં ક્લિક કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ લિંક પર ક્લિક કર્યા પછી તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી રહ્યા છે. જામનગર સાયબર ક્રાઇમ દ્વારા લોકોને જાગૃતિ અંગેમાં મેસેજ મોકલવામાં આવી રહ્યા છે, જેમાં લોકોને સાવચેત રહેવાનું જણાવવામાં આવી રહ્યું છે.

Advertisement

હાલમાં જ સાયબર ક્રાઇમ દ્વારા લોકોને જાણ કરવામાં આવી રહી છે કે, હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં જણાવવામાં આવી રહ્યું છે કે, ઇઉંઙ દ્વારા ફ્રી રિચાર્જ યોજના શરુ કરવામાં આવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ભારતીયોને 3 મહિનાનું રિચાર્જ કરાવી આપી રહ્યા છે. 2024ની ચૂંટણીમાં ભાજપને વધુ મત મળે એ માટે આ યોજના શરુ કરવામાં આવી છે. આ યોજનાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2024 છે. આવા મેસેજ સાથે લોકોને એક લિંક પણ મોકલવામાં આવી રહી છે આ યોજનાનો લાભ લેવા આ લિંક પર ક્લિક કરવાનું જણાવવામાં આવી રહ્યું છે.

સાયબર ક્રાઇમ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે, લોકોએ આવી અજાણી લિંક પર ક્લિક કરવું નથી. એટલું જ નહીં, ઇઉંઙ દ્વારા આવી એકપણ રિચાર્જ યોજના શરુ કરવામાં આવી નથી. આવી અજાણી લિંક પર ક્લિક કરવાથી તમારી સાથે સાયબર છેતરપિંડી થઈ શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement