For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે રામ પણ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

04:27 PM Mar 08, 2024 IST | Bhumika
હવે રામ પણ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ
  • અર્જુનભાઇએ પક્ષપલટો કરતા તેના ભાઇ રામદેવને પણ દરવાજો દેખાડી દેવાયો

ગુજરાત કોંગ્રેસ અર્જુનભાઇ મોઢવાડીયાના ભાઇ રામદેવભાઇને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી નાખ્યા છે.તેમની સામે પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરવાનો આરોપ છે જે બદલ તેમની સામે શિસ્ત સમિતિએ પગલા લેતા તેમને સસ્પેન્ડ કરી દીધા છે.એક તરફ દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી રહ્યા છે.. તો બીજી તરફ કેટલાક નેતાઓને પાર્ટી ખુદ બહારનો રસ્તો બતાવી રહી છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા દ્વારા ભાજપનો કેસરિયો ખેસ પહેવાની ઘટના હજુ તાાજી જ છે. એવા માં એમના ભાઇ રામદેવ મોઢવાડિયાને કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધાના સમાચાર સામે આવ્યા છે.. તેમની સામે પક્ષ વિરોધી પ્રવૃતિઓ કરવાનો આરોપ છે. જે બદલ તેમની સામે શિસ્ત સમિતિએ પગલા લેતા તેમને સસ્પેન્ડ કરી દીધા છે. રામદેવ મોઢવાડિયાને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી.
મહત્વપૂર્ણ છે કે રામદેવ મોઢવાડિયાના ભાઇ અર્જુનભાઇ મોઢવાડિયા પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંથી એક હતા.. તેઓ ભૂતકાળમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.. અને હાલ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય પણ હતા, તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાઇ ગયા છે.

Advertisement

અર્જુનભાઇ દિલ્હી અને રામદેવભાઇ ગાંધીનગર જાશે?
ગુજરાત કોંગ્રેસના કદાવર નેતા અર્જુનભાઇ મોઢવાડીયા ભાજપમાં ભળી જતા હવે ચર્ચાઓ થઇ રહી છે કે રાજ્યસભામાં અર્જુનભાઇને મોકલવામાં આવે અને ભવિષ્યમાં વિધાનસભામાં બેઠક પર ઉમેદવાર તરીકે અર્જુનભાઇના ભાઇ રામદેવભાઇને ટીકીટ આપવામાં આવે હાલમાં તો પોરબંદર બેઠક પરથી લોકસભામાં ઉમેદવાર તરીકે મનસુખભાઇ માંડવીયાએ ઝુકાવતા પોરબંદર બેઠકમાંથી લીડ કાઢવાની જવાબદારી સોંપાઇ ગઇ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement