પ્રદ્યુમન પાર્ક ઝૂમાં હવે શુક્રના બદલે સોમવારે રજા
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે.
આ ઉપરાંત રવીવારના દિવસે મહત્તમ મુલાકાતીઓ પધારતા હોવાથી સોમવારનાં દિવસે મુલાકાતીઓની સંખ્યા ખુબ જ ઓછી નોંધાય છે. ઉપરોક્ત વિગતે ઝૂ મેઇન્ટેનન્સની કામગીરી તથા વહીવટી સરળતા માટે ચાલુ વર્ષે માર્ચ2024થી ઝૂ દર સોમવારના રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવા તથા દર શુક્રવારના રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે તેમ, મેયરશ્રી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને બાગ બગીચા ઝૂ સમિતિના ચેરમેન સોનલબેન સેલારાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.