For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે મોબાઇલથી જ ભરી શકાશે સરકારી નોકરી માટેના તમામ ફોર્મ

04:37 PM Jun 06, 2025 IST | Bhumika
હવે મોબાઇલથી જ ભરી શકાશે સરકારી નોકરી માટેના તમામ ફોર્મ

Advertisement

સરકારી નોકરીઓની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક મોટા સમાચાર છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ તેની ભરતી પરીક્ષાની અરજી પ્રક્રિયાને વધુ સરળ અને સુવિધાજનક બનાવી દીધી છે. હવે ઉમેદવારો કોઈપણ સાયબર કાફે કે ઓપરેટરની મદદ વગર તેમના મોબાઈલ ફોનથી આખું અરજી ફોર્મ ભરી શકશે.
SSCએ પોતાની mySSC મોબાઈલ એપને સંપૂર્ણપણે અપગ્રેડ કરી છે. હવે આ એપ મારફતે રજિસ્ટ્રેશનથી લઇને અરજી ફોર્મ ભરવા સુધીની સમગ્ર પ્રક્રિયા મોબાઈલ પર જ પૂર્ણ કરી શકાય છે. ખાસ વાત એ છે કે હવે આ એપમાં આધાર ઘઝઙ અને ફેસ ઓથેન્ટિકેશનની સુવિધા પણ ઉપલબ્ધ છે.

SSC ના ચેરમેન એસ ગોપાલકૃષ્ણને જણાવ્યું હતું કે આ નવી એપ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના ઉમેદવારો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જેમને હવે કોઈપણ કોમ્પ્યુટર સેન્ટરમાં જવાની જરૂૂર રહેશે નહીં. SSC દ્વારા જાહેર કરાયેલી નોટિસ અનુસાર, આ મોબાઈલ એપ આધારિત એપ્લિકેશન સિસ્ટમ જૂન 2025થી લેવામાં આવનારી તમામ પરીક્ષાઓમાં લાગુ પડશે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ ફક્ત એન્ડ્રોઈડ વર્ઝન 11 કે તેથી વધુ વર્ઝન ધરાવતા મોબાઈલ પર જ કામ કરશે. ઉમેદવારોએ તેમના ફોનમાં આધાર ફેસ આરડી એપ પણ ઇન્સ્ટોલ કરવી પડશે, જેથી ફેસ ઓથેન્ટિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. SSC એ સ્પષ્ટતા કરી છે કે ઉમેદવારો ઘઝછ (વન ટાઈમ રજીસ્ટ્રેશન) ફોર્મમાં જે માહિતી ભરશે તે અંતિમ ગણવામાં આવશે. આધાર કાર્ડમાં નોંધાયેલી માહિતીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

Advertisement

SSC અને એપ ડેવલપર કંપની Cubastion Consultingનું કહેવું છે કે આગળ જતાં આ એપને સમગ્ર ભરતી પ્રક્રિયા માટે વન સ્ટોપ સોલ્યુશન બનાવવામાં આવશે. એટલે કે, ફોર્મ ભરવાથી લઈને પરીક્ષા, પરિણામ, દસ્તાવેજ ચકાસણી અને જોઇનિંગ સુધીની બધી માહિતી અને પ્રક્રિયા આ એપ પર ઉપલબ્ધ થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement