For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાને લગતી ફરિયાદો માટે હવે એક ટોલ ફ્રી નંબર

04:33 PM Mar 08, 2025 IST | Bhumika
મનપાને લગતી ફરિયાદો માટે હવે એક ટોલ ફ્રી નંબર

Advertisement

હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાની વિવિધ સેવાઓને લગત નાગરિકોની ફરિયાદોની નોંધણી માટે વર્ષ 2008થી અમીનમાર્ગ ખાતે 247 કોલ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે, જેમાં વાર્ષિક 3.75 લાખ ફરિયાદો નોંધવામાં આવે છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા લેન્ડલાઈન નંબર 0281 2450077 કે જેમાં 05 હન્ટીંગ લાઈન સામેલ છે તેમજ ટોલ ફ્રી નંબર 1800-123-1973 પર શહેરનાં નાગરિકો ફોન દ્વારા તેઓની મહાનગરપાલિકાની સેવાઓ અંગે ફરિયાદો નોંધાવી શકે છે તે પ્રકારની વ્યવસ્થા અમલમાં મુકેલ છે.

ભારત સરકારનાં „ Ministry of Communication Information Technologyનાં Department Of Telecommunications (DOT)દ્વારા ભારતની તમામ મહાનગરપાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદો માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદોની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરુ કરવામાં આવેલ છે. આ માટે 155304 નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્ટરનાં નંબર 0281-2450077 તેમજ ટોલ - ફ્રી નંબર 1800-123-1973નાં સ્થાને શોર્ટ કોર્ડ નંબર 155304 પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે. હાલમાં મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો 0281-245007 અને 1800-123-1973 ને બદલે એક જ શોર્ટ કોડ 155304 નંબર ડાયલ કરી સરળતાથી નોંધાવી શકે છે. આગામી તા.31-03-2025 સુધી લોકો 0281-245007, 1800-123-1973 અને શોર્ટ કોડ 155304 પર ફરિયાદો નોંધાવી શકશે. તા.01-04-2025થી મહાનગરપાલિકાને લગત સેવાઓ અંગેની ફરિયાદો ફકત શોર્ટકોડ 155304 પરથી જ ફરિયાદો નોંધાવી શકાશે.

Advertisement

સમગ્ર દેશમાં એક જ શોર્ટ કોડ નંબર 155304 દ્વારા મહાનગરપાલિકાઓની સેવાઓ અંગેની ફરિયાદોની નોંધણી, ઉપરોકત નંબર 155304ને Category 1 નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે આથી તમામ ટેલિકોમ ઓપરેટરોને ફરજીયાત પણે આ સર્વિસ પ્રોવાઈડ કરવાની રહેશે, અન-રીસ્ટ્રીકટેડ સર્વિસ જે TD Code પર પણ અવેલેબલ થશે.
આ ઉપરાંત હાલની કોલ સેન્ટરની સેવાઓને મહાનગરપાલિકાનાં પોતાના ડાર્ક ફાયબર દ્વારા (10 User SIP Line) મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સર્વર સાથે કનેક્ટ કરવામાં આવેલ છે. આથી લોકોને મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટ્સએપ ચેટબોટ દ્વારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement