For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હવે આરોગ્ય વિભાગમાંથી 11 નકલી હેલ્થ વર્કર ઝડપાયા

04:38 PM Dec 09, 2023 IST | Bhumika
હવે આરોગ્ય વિભાગમાંથી 11 નકલી હેલ્થ વર્કર ઝડપાયા

10 વર્ષ સુધી ફરજ પણ બજાવી, તમિલનાડુ, મણિપુર, અરૂણાચલપ્રદેશ, હિમાચલમાંથી ડિગ્રી મેળવી હતી

Advertisement

મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ કૌભાંડ નકલી ડિગ્રીના આધારે નોકરી મેળવવાનું છે. મહેસાણા જિલ્લામાં 11 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરે નકલી ડિગ્રીના આધારે નોકરી મેળવી હતી. એટલું જ નહીં છેલ્લા 10 વર્ષથી ફરજ પણ બજાવતા હતા. આ હેલ્થ વર્કરની ડિગ્રી રાજ્ય બહારની યુનિવર્સિટીની હતી.

રાજ્ય વિકાસ કમિશ્નર કચેરીએ ડિગ્રીની તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ખુલ્યું કે, 11 હેલ્થ વર્કરની ડિગ્રી બોગસ છે. નકલી ડિગ્રીના સહારે નોકરી મેળવનાર 11 હેલ્થ વર્કર હાલ ખેરાલુ, વીજાપુર, વડનગર, ઊંઝા, બહુચરાજી, કડી અને સતલાસણા તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે. હાલ આ 11 હેલ્થ વર્કરને જિલ્લા આરોગ્ય અધિકારીએ નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે.આગામી સમયમાં આ હેલ્થ વર્કરને છૂટા કરવામાં આવશે. સાથોસાથ તેમની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરાશે.

Advertisement

ખેરાલુ, વિજાપુર, વડનગર, ઉંઝા, બહુચરાજી, કડી અને સતલાસણાના આરોગ્ય કેન્દ્રમાં 10 વર્ષથી હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા આ કર્મીઓને છૂટા કેમ ના કરવા એ અંગે ખુલાસો પૂછવામાં આવ્યો છે. તેઓએ તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને હિમાચલ પ્રદેશની યુનિવર્સિટીઓની ડીગ્રીઓ પર નોકરી મેળવી હોવાનુ ધ્યાને આવ્યુ છે.

ગાંધીનગર વિકાસ કમિશનર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 11 કર્મચારીઓની ડિગ્રી નકલી હતી. આ કર્મચારીઓએ તમિલનાડુ, મણિપુર, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશની યુનિવર્સિટીઓમાંથી નકલી ડિગ્રી મેળવી હોવાનું ખુલ્યું છે. વર્ષ 2011-12માં આ હેલ્થ વર્કરોની ભરતી કરવામાં આવી હતી. બાદમાં 8 મહિના પહેલા તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 8 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આ 11 હેલ્થ કર્મચારીઓની ડિગ્રી નકલી હોવાનું ખુલ્યું હતું.

નકલી ડીગ્રીઓ સાથે નોકરી મેળવનાર હેલ્થ વર્કર
1 કલ્પેશકુમાર પ્રવિણસિંહ રાઠોડ
2 ચિરાગકુમાર ભરતભાઈ વ્યાસ
3 સંદીપકુમાર ઝાલા
4 રૂચિત ચૌધરી
5 અજમલભાઈ પટેલ
6 ભુપેન્દ્રકુમાર મકવાણા
7 યોગેશ કુમાર પટેલ
8 ગૌતમકુમાર પ્રજાપતિ
9 સાગરભાઈ રાવળ
10 પ્રગ્નેશકુમાર પટેલ
11 ચિંતનકુમાર પટેલ

Advertisement
Tags :
Advertisement
Advertisement