રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કુખ્યાત રજાક સોપારી ગેંગે લોન પર લીધેલા ટ્રકોના હપ્તા ન ભરી ફાઈનાન્સ કંપનીને 13 કરોડનો ધુમ્બો માર્યો

11:56 AM Aug 17, 2024 IST | admin
Advertisement

પોલીસે પૂર્વ યોજિત કાવતરું ઘડવા અંગે રજાક સોપારી અને તેની ટીમ સામે ગુનો નોંધ્યા પછી પાંચની અટકાયત: 26 ટ્રક કબજે કર્યા

Advertisement

જામનગરમાં ફાઈનાન્સ કંપનીમાંથી ટ્રક લોન લઈ, હપ્તા ન ભરી અને બેંક કર્મચારીઓને ધમકાવી વાહનો પોતાના કબજામાં રાખી ઉપયોગ કરતા ગંભીર ગુનેગાર રજાક સોપરી અને તેના સાથીદારો વિરુદ્ધ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ ગુનામાં દસ કરોડનું મુદ્દામાલ પણ કબજે કર્યું છે.

જામનગર જિલ્લામાં ગુનાઓ અટકાવવા અને હિસ્ટ્રીશીટરો સામે કાર્યવાહી કરવાના ભાગરૂૂપે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે આ કામગીરી કરી છે. ગત તા. 07/08/2024 ના રોજ એક ખાનગી ફાઈનાન્સ કંપનીના લીગલ હેડે ફરિયાદ નોંધાવી હતી કે આ આરોપીઓએ કાવતરું રચીને 31 ટ્રક સહિત કુલ 36 લોન લીધી હતી. લોનની રકમ 13 કરોડ રૂૂપિયાથી વધુની હતી.

આરોપીઓએ આ ટ્રકો કાવતરાના ભાગરૂૂપે આમીન નોતીયારને આપી હતી અને તેણે રજાક સોપરી અને રામભાઈ આહીર સાથે મળી આ વાહનો પોતાના કબજામાં છુપાવી રાખી હતી. કંપનીના સ્ટાફ જ્યારે ડીફોલ્ટ લોનની તપાસ માટે જાય ત્યારે આરોપી આમીન નોતીયાર કંપનીના કર્મચારીને ડરાવી, ધમકાવી ભગાડી મુકતો હતો અને ટ્રક સીઝ કરવા કંપનીના ઉપરી અધિકારી જ્યારે નોટીસ/સુચના મેઇલ દ્વારા પાસ કરે ત્યારે કર્મચારીઓને અથવા તેના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી કંપનીના કર્મચારીને ભયમાં મુકી બળજબરીથી તથા ધાક ધમકીથી ટુકો પોતાના કબ્જામાં રાખેલ હોય અને આ ઇસમો લોન પર લીધેલ વાહનોની લોન ભરપાઈ ન કરી તેમજ આરોપી આમીન નોતીયાર તથા તેના સાગરીતોએ અગાઉ પણ અન્ય કંપની પાસેથી લોન લીધેલ વાહનોના હપ્તાની ભરપાઈ ન થવા દઇ બળજબરીપુર્વક તે વાહનો પોતાના કબ્જામાં રાખેલ હોવાથી આરોપીઓ બળજબરીથી લોન લીધેલ વાહનોના હપ્તા ભરપાઇ થવા ન દઇ તે વાહનો પોતાના કબ્જામાં રાખવાના તેમજ વાહનો સગેવગે કરવાની ટેવવાળા હોવાની ફરીયાદ કરતા ત્વરીત કાર્યવાહી હાથ ધરેલ હતી.

આરોપી રજાક સોપરી ચાવડા અને તેના સાગરિતો ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આ પ્રકારના ગુના આચરતા હતા. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ આરોપી રામભાઇ ભીમશીભાઇ નંદાણીયા સહિતના પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને દસ ટ્રક સહિત આશરે દસ કરોડ રૂૂપિયાનું મુદ્દામાલ કબજે કર્યું છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલ બીજા આરોપીઓને પકડવાની તેમજ બીજી ટ્રકો કબજે કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે.

Tags :
financecompanygujaratgujarat newsjamnaagrnews
Advertisement
Next Article
Advertisement