રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોરબી ફાયરિંગ પ્રકરણમાં પિસ્તોલ સાથે નામચીન શખ્સની ધરપકડ

11:33 AM Oct 01, 2024 IST | admin
Advertisement

ફાયરીંગ બાદ ફરાર થયેલા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો

Advertisement

મોરબી રાજકોટ રોડ શનાળા નજીક હોથલ હોટલ ખાતે બનેલ ફાયરીંગની ઘટનામાં સંડોવાયેલ આરોપીને ગુનામાં વપરાયેલ હથિયાર પિસ્તોલ તથા અન્ય એક પિસ્તોલ તથા જીવતા કાર્ટીઝ નંગ-પ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.

મોરબી રાજકોટ રોડ શનાળા ગામ નજીક આવેલ હોથલ હોટલ ખાતે હથિયાર ચેક કરતા ફાયરીંગ થયેલનો બનાવ બનેલ હોય જેમાં મહિપતસિંહ જાડેજાને ઇજાગ્રસ્ત થયેલ હોય અને હથિયાર સાથે નામચીન શખ્સ નાસી ગયેલ હોય જે અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. ની કલમ 110 125(બી) 54 આર્મ્સ એક્ટ 25(1-બી)એ. 27(1), 25(9) તથા જી.પી.એક્ટ 135 મુજબનો ગુનો રજીસ્ટર થયેલ.

આરોપીને ઝડપી પાડવા મોરબી એલ.સી.બી. તથા પેરોલ-ફર્લો સ્ક્વોડનો સ્ટાફ કામગીરી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન મળેલ ખાનગી બાતમીના આધારે ગુનામાં સંડોવાયેલ આરોપી ભાર્ગવ ઉર્ફે મોન્ટુ પલ્લવભાઇ રાવલ ઉ.વ.28 રહે.મોરબી ભક્તિનગર સર્કલ અનામીકાપાર્ક સોસાયટી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ -02 કિં રૂૂ. 20,000 તથા જીવતા કાર્ટીઝ નંગ-પ કિં રૂૂ.500 મળી કુલ કિં રૂૂ.20,500 નાં મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Tags :
fighringgujaratgujarat newsmorbimorbipolice
Advertisement
Next Article
Advertisement