ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જર્જરિત ગોકુલધામ આવાસ યોજનાના 576 રહેવાસીઓને નોટિસ

03:38 PM Mar 01, 2025 IST | Bhumika
Advertisement

સ્વખર્ચે રીપેરિંગ કામ નહીં કરે તો નળ કનેકશન કપાશે, છેલ્લી સૂચના આપતું મહાપાલિકા

Advertisement

શહેરમાં સેંકડો જર્જરીત મીલકતોને ચોમાસા પહેલા નોટિસો આપવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા અલગ-અલગ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા જર્જરીત આવાસ યોજનાઓની હાલત આજે પણ ભયજનક જોવા મળી રહી છે. જેના લીધે મનપાએ વર્ષો જૂની આવાસ યોજનાઓનું રી-ડેવોલપમેન્ટ અને રીપેરીંગ કામ કરવાનો નિર્ણય લય સેન્ટોલ ઝોનના વોર્ડ નં.13માં આવેલી ગોકુલધામ આવાસ યોજનના ભયગ્રસ્ત પ76 આવાસો લાભાર્થીઓએ પોતાના ખર્ચે તુરત રીપેર કરી લેવા નહી તો નળ કનેકશન કાપવામા આવશે તે પ્રકારની નોટીસ ફટકારવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા - વેસ્ટસ ઝોનમાં સમાવિષ્ટન થતાં વોર્ડ નં.-13માં પંચશીલ 80 ફુટ રોડની સામે, ગોકુલધામ આવાસ કવાટરમાં ભયજનક કુલ-576 આવાસોને ભયગ્રસ્ત. બાંધકામને આગામી ચોમાસાની ઋતુ પહેલા સુરક્ષિત સ્થિતિમાં કરવા અંગે અગાઉ સને-2024માં નોટીસ પાઠવવામાં આવેલ છે. પરંતુ આજ-દિન સુધી જે આવાસોના રીપેરીંગ થયેલ નથી તથા આ આવાસોનાં રહેવાસીનાં જાન-માલને જોખમ રહેલ હોય, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરી વખત તા.27-02-2025 તથા તા.28-02-2025નાં રોજ કુલ-576 આવાસોને નોટીસ આપી તાકિદ કરવામાં આવેલ છે. જો રીપેરીંગ કામગીરી શરૂૂ કરવામાં નહિં આવે તો આ ભયગ્રસ્ત આવાસોના નળ કનેકશન કપાત કરવાની કામગીરી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે.

આ આવાશ યોજના છેલ્લા પાંચ વર્ષથી જર્જરીત હાલતમાં છે. ચોમાસા દરમિયાન બીમકોલમ વગરના આ ત્રણેય માળાયા ગમે ત્યારે મોટી દૂર્ઘટના સર્જ તેવો ભય ઝળુબતો હોવાથી મનપાએ અગાઉ પણ લાભાર્થીઓને રીપરીંગ મુદે નોટીસ ફટકારી છે. છતા લાભાર્થીઓએ આજ સુધી કોઇ જાતની કામગીરી ન કરતા મનપાએ આકરુ વલણ અપનાવી નળ કનેકશન કાપવાની ચીમકી સાથે છેલી નોટીસ આપી ઝડપી રીપેરીંગ કામ કરવાની કડક સૂચના આપી છે.

આવાસ રીપેરિંગનુ ટેન્ડર કોના લાભાર્થે
મહાનગરપાલિકાએ સેન્ટોલ ઝોનના વોર્ડ.13માં આવેલા જર્જરીત ગોકુલધામ આવાસ યોજનાના લાભાર્થીઓને નોટિસ ફટકારી સ્વ-ખર્ચે રીપેરીંગ કામ કરવાની નોટિસ ફટકારી છે. પરંતુ થોડા સમય પહેલા આ આવાસ યોજનાના રીપેરીંગ કામ માટે લાખો રૂપિયાનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છે. ત્યારે ટેન્ડરની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વર્કઓડર અપાશે તે સમયે મોટાભાગના લાભાર્થીઓએ નળ કનેકશન કપાવાના ડરના કારણે રીપેરીંગ કામ સ્વખર્ચે કરી લીધુ હસે તો પછી ટેન્ડર મંજૂર કરાવનાર એજન્સી આ આવાસ યોજનામાં સુ કામ કરશે? અને જો કામ બાકી ના હોયતો આ લાખો રૂપિયા કોના ખીચામા જશે તેઓ સવાલ ઉભો થયો છે. છતા મનપા આ મુદે ટસ્ટથ ન્યાય કરશે તેવુ પણ લાગી રહ્યુ છે.

Tags :
Gokuldham housing schemegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement