રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બાંગ્લાદેશમાં થયું તે ભારત માટે નોટિસ; સંત સંમેલનમાં ધ્રુજારો

11:58 AM Aug 16, 2024 IST | admin
Advertisement

અમદાવાદમાં શંકરાચાર્યજીની હાજરીમાં યોજાયેલ સંત સંમેલનમાં હિંદુઓ ઉપર થતા અત્યાચારો સામે વ્યક્ત કરાઇ ઉગ્ર નારાજગી

Advertisement

મુસ્લિમોએ પણ બાંગ્લાદેશમાંથી શિક્ષા લેવી જોઇએ કે તેઓ કયાં સુરક્ષિત છે: શંકરાચાર્યજી

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા શકિત હોલ ખાતે સંત સમેલન યોજાયું હતું. આ સંમેલન દ્વારકા શારદાપીઠાધિશ્વર જગદગુરૂૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં અખિલ ગુજરાત સંત સંમેલનમાં અવિચલદાસજી-સારસા, મુકતાનંદબાપુ-ચાંપરડા, શેરનાથ બાપુ-જૂનાગઢ, દિલિપદાસજી મહારાજ-જગન્નાથ મંદિર, અમદાવાદ, આચાર્ય કૃષ્ણમણીજી-જામનગર, મહામંડલેશ્વર પરમાત્માનંદજી શિવાનંદ આશ્રમના સહિતના વિવિધ સાધુ સંતો તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય એસ. પી સ્વામી અને પારસી સમાજના ધર્મગુરુ પણ હાજર રહ્યા હતા.

જેમાં દ્વારકા શારદાપીઠાધિશ્વર જગદગુરૂૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજે જણાવ્યું હતું કે, વાત ન્યાય અને અન્યાયની છે. કોઈ દેશમાં રાજકીય ઉથલ પાથલ થાય છે, ત્યાં બહુમતી અને લઘુમતી વિશે વિચારવું પડે છે. બાંગ્લાદેશમાં લઘુમતી અને હિન્દુઓનો શું દોષ છે. લઘુમતીઓનો શું દોષ છે. હિંદુઓની હત્યા થઈ રહી છે, લૂંટફાંટ થઈ રહી છે. દુષ્કર્મ થઈ રહ્યા છે આ ક્યો ધર્મ છે. બાંગ્લાદેશમાંથી આવેલા જે લોકો ભારતમાં રહે છે.

એવા મુસ્લિમોએ પણ શિક્ષા લેવી જોઈએ કે તેઓ ક્યાં સુરક્ષિત છે. હિન્દુઓએ પણ શિક્ષા લેવી જોઈએ કે બાંગ્લાદેશ જેવી સ્થિતિ આપણા દેશમાં બને તો ભગવાન કરે કે આવી સ્થિતિ આપણા દેશમાં ક્યારેય ન બને.આપણા દેશમાં તો તમામનું સ્વાગત થયું છે.સરકારો પણ ભરણ પોષણ કરતી રહી અને હજુ પણ કરે છે. બાંગ્લાદેશમાં જ્યારે હિન્દુઓએ એક થઈ રેલીઓ કાઢી ત્યારે એ હિન્દુઓ સાથે વાત કરવા માટે ત્યાંની સરકાર બોલાવી રહી છે. પણ આપણે પણ એક થવું પડશે.નવી પેઢીમાં પણ હિન્દુત્વનો પ્રવેશ થાય એ માટે કામ કરવું પડશે.જે સંગઠનોમાં હિન્દુ ધર્મની રક્ષા કે પૂજા ન થતી હોય એવા સંગઠનો સામે પણ લડવાનું છે.આપણે ધર્મ પરિવર્તન સામે લડવાનું છે.જે મુસ્લિમો હિન્દુઓ પર અત્યાચાર કરી રહ્યા છે તેમની સામે પણ લડવાનું છે.

સંત સ્મેલનમાં નિજાનંદ સ્વામિજીએ જણાવ્યું કે,બાંગ્લાદેશ ઘટના આંદોલન થયું એમાં ધ્યાન ખેંચે કે ભારત માટે નોટિસ છે.કેમકે બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ ભારતમાં પણ ઊભી થઈ શકે છે.રેડ કોર્નર નોટિસ છે સમાન બાંગ્લાદેશની ઘટના ગણાવી. એવી જ રીતે અગ્નિ અખાડા સભાપતિ મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું કે,વિશ્વની મહાસત્તાઓને એક થવા સંત સમાજનું આહ્વાન કરીએ છીએ.બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ થઈ રહેલા અત્યાચાર મામલે અવાજ ઉઠાવવા સંત સમાજની અપીલ કરી રહ્યા છીએ.સ્ત્રીઓ સામે અત્યાચાર અને જે પ્રકારે સ્થિતિ સર્જાઈ છે તે બદલ અવાજ ઉઠાવવાની જરૂૂર છે. અમે અહીંયાથી તમામ દેશ અને આગેવાનોને અપીલ કરીએ છીએ.

અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે જણાવ્યું હતું કે, હિન્દુ સમાજ પર ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સૌ સંતો ચિંતિત છે. હિન્દુઓને ન્યાય મળવો જોઈએ. સંતો આગળ આવ્યા છે. હિન્દુ સમાજને ઉભો કરવાનો છે અને સમાજને અપીલ છે કે સૌ સંગઠિત થાઓ. સમાજ એક હશે તો ધર્મની રક્ષા કરી શકીશું. સરકાર પણ સાથે રહી કામ કરે તેવી વાત મૂકી હતી. યોજાયેલા સંમેલનમાં પ્રસ્તાવ પણ પારીત કરવામાં આવ્યા હતાં. બંગલાદેશમાં હિંદુઓ પર થયેલા અત્યાચાર અંગે સાધુઓ ચિતા વ્યક્ત કરીને હિન્દુ સમાજ એક બનવા અંગે અપીલ પણ કરી હતી.

હિંદુઓને એક હાથમાં ગીતા અને બીજા હાથમાં તલવાર લેવાનો સમય
જૂનાગઢમાં શંકરાચાર્ય નરેન્દ્રનંદ સરસ્વતીજીનું આહવાન

જૂનાગઢના ભવનાથમાં ચાતુર્માસ કરવા આવેલા શંકરાચાર્યએ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારમાં ઉથલપાથલ મચતા હિંદુઓ પર અત્યાચાર મુદ્દે તેમજ હિંસા થવા પર પ્રતિક્રિયા આપી છે. હિંદુઓએ એક હાથમાં ગીતા અને બીજા હાથમાં તલવાર લઈ વિધર્મીઓ વિરૂૂદ્ધ જાગવાનું આહ્વાહન કર્યું છે. બાંગ્લાદેશમાં અનામત દૂર કરવાની માગ સાથે શરૂૂ થયેલા આંદોલનમાં હિંદુઓનો ભોગ લેવાઈ રહ્યો છે. જૂનાગઢના ભવનાથ મંદિર સ્થિત કાશીથી ચાતુર્માસ કરવા આવેલા જગતગુરુ શંકરાચાર્ય અનંત વિભૂષિત નરેન્દ્રનંદ સરસ્વતીએ હિંદુૃઓને નપુંસક ન બનવા કહ્યું હતું.શંકરાચાર્યએ જણાવ્યુ કે, બાંગ્લાદેશમાં 10 હજાર હિંદુઓના ઘર સળગાવ્યા છે. હિંદુઓએ હવે એક હાથમાં ગીતા અને બીજા હાથમાં તલવાર લેવાનો સમય આવી ગયો છે. તેમણે બાંગ્લાદેશનો વિરોધ કરતા કહ્યું કે બાંગ્લાદેશના પીએમ કઠપૂતળી છે. તેમજ આઈએસઆઈ અને જમાતીઓને યમરાજાની સેવામાં મોકલવા જોઈએ અને શેખ હસીનાને ભારતની બહાર મોકલી દેવા જોઈએ તેમ કહી હિંદુઓના લોહીમાં જોશ પેદા કરવાનો પ્રયત્ન કર્યો હતો. હિંદુઓએ અલગ દેશની માગ કરવી જોઈએ.

Tags :
ahemdabadnewsgujaratgujarat newshappened in Bangladesh; Tremble in the holy assemblyNotice to India
Advertisement
Next Article
Advertisement