જૂનાગઢમાં સરદારબાગ પાછળ 16 પરિવારોને મકાન ખાલી કરવા નોટિસ
જુનાગઢ શહેરની સરદારબાગ પાછળ આવેલ સર્વે નં.191/પૈકી ની જમીનમાં છેલ્લા ચાર પેઢીથી અર્ધ-કાચા મકાનોમાં રહેતા કુલ 16-પરીવારને સીટી સર્વેના જવાબદાર અધિકારીએ માત્ર 3-દિવસની કુદરતી ન્યાયના સિધ્ધાંતો વિરૂૂધ્ધની નોટીસ આપીને તાત્કાલીક તેમના રહેણાંક વાળી જગ્યા ચોમાસા સમયે ખાલી કરવા સુચના આપેલ છે. જેના કારણે કુલ-80 જેટલી જનસંખ્યાના લોકો ક્યાં જાય તેવી મુશ્કેલીમાં મુકાણા છે.! તેમ વી.ટી. સીડા મહામંત્રી જુનાગઢ જીલ્લા કોંગ્રેસની યાદીમાં જણાવાયું છે.
જુનાગઢ સીટી સર્વેના અધિકારીઓએ ચાલું ચોમાસામાં તા.07/07/2025 ના રોજ દબાણ દૂર કરવાની નોટીસ આપીને માત્ર ત્રણ જ દિવસમાં રહેણાંક વાળી જગ્યા ખાલી કરી દેવા સૂચના આપેલ છે. જેની ગંભીરત્તાને ધ્યાને લઇ ગરીબો વતી જુનાગઢ જીલ્લા કોંગ્રેસ સમીતીના મહામંત્રી વી.ટી. સીડા એ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને સંબોધીને મારફત જીલ્લા કલેક્ટર, જુનાગઢને રજુઆત કરીને માંગણી કરેલ છે. કે, માનવતાના ધોરણે ગરીબોના રહેણાંકની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ જ તેમના રહેણાંક વાળી જગ્યા ખાલી કરાવવામાં આવે તેવી લેખિતમાં માંગણી કરેલ છે.
વધુમાં તે નોટીસમાં જણાવેલ છે કે, તમે આ દબાણ દૂર કરવાના હુકમની સામે અપિલ સત્તાધિકારી દ્વારા મનાઇ હુકમ મેળવવા માંગતા હોય તો મેળવી શકો છો ! તેવું જણાવેલ છે. પરંતુ નોટીસમાં સમય જ ફક્ત 3-દિવસનો છે. તો ન્યાયના હિતમાં તેમને અપિલ કરવા માટેનો નોટીસમાં કમ સે કમ 1પ-દિવસનો સમયગાળો આપવો જોઇએ. તેના બદલે કુદરતી સિધ્ધાંતોના વિરૂૂધ્ધ માત્ર 3-દિવસનો જ સમય આપેલ છે. તે અન્યાયકર્તા છે. સરકારે તે જગ્યાની જરૂૂરત પડી છે. તો ચોમાસાની સિઝનના ર-માસ પછી કાર્યવાહી કરે તો શું તકલીફ છે.? છેલ્લા ચાર-ચાર પેઢીથી આ ગરીબો ત્યાં રહે છે. તેમ છતાય ચોમાસા સમયે જ કેમ તેમના દબાણ દૂર કરવાની નોટીસ આપી ? શું જુનાગઢ સીટી સર્વેના તંત્રમાં માનવતા મરી પીટી છે ? તેવા આક્ષેપ કરતી રજુઆત જુનાગઢ જીલ્લા કોંગ્રેસના મહામંત્રી વી.ટી. સીડા એ રાજ્યના મુખ્યમંત્રીની સંબોધીને જુનાગઢ જીલ્લા કલેક્ટર મારફતે કરેલ છે.