For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નોટરી નિમણૂક કૌભાંડની આગ ભડકી, BCGના ચેરમેન લાલઘૂમ

04:50 PM Mar 13, 2024 IST | Bhumika
નોટરી નિમણૂક કૌભાંડની આગ ભડકી  bcgના ચેરમેન લાલઘૂમ
  • કૌભાંડ બહાર આવતા વચેટિયાએ એક વકીલને 4.20 લાખ પરત આપી દીધા, બીજા વકીલોને મુદતની લોલીપોપ, કેટલાક મોટા માથાઓ સુધી રેલો પહોંચતા સમાધાન માટે હડિયાપટ્ટી

એડવોકેટ અને નીટરી ના લાયસન્સ અપાવી દેવાની લાલચે આશરે દોઢ કરોડ રૂૂપિયાનો વચેટિયા દ્વારા વહીવટ કાર્ય અંગેની ચકચારી પ્રકરણની ભાજપ લીગલ સેલ ને મળેલી ફરિયાદના પગલે લોકસભાની ચૂંટણી પર ઘેરા પડઘા પડ્યા છે.આ ઘટનાને પગલે પ્રદેશ ભાજપ લગલ સેલના ક્ધવીનર જે.જે પટેલ સુધી આ મામલાની ફરિયાદ પહોંચતા તેઓએ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપતા વકીલ આલમાં ચકચાર જાગી છે. જો કે નોટરીની નિમણૂક આપવાના મામલે વચેટીયાને ભીંસ વધતા એક વકીલને 4.20 લાખ પરત ચૂકવી દેતાનું બહાર આવ્યું છે. તાજેતરમાં જ નોટરી ની નિમણૂક પામેલા તમામ વકીલો પાસેથી આર્થિક વહીવટ થયાનું બહાર આવ્યું છે જેમાંથી આશરે 40 જેટલા વકીલો નું નોટરી નિમણૂક નહીં થતાં છેતરપિંડીના ભોગ બન્યા નું બહાર આવ્યું છે. જેમાં તાજેતરમાં જ નિમણૂક પામેલા વકીલો દ્વારા વચેટીયા મારફતે ચૂકવવામાં આપેલા પૈસાની ઉઘરાણી કરવામાં આવી રહ્યા નું બહાર આવતા વકીલ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે જે વકીલોએ પૈસા ચૂકવી નોટરી માટે પસંદગી પામ્યા છે તેવો પણ પોતે ચૂકવેલી રકમ પરત મેળવવા માટે ફોન દ્વારા ઉઘરાણી કરી રહ્યાનું બહાર આવ્યું છે.

Advertisement

તાજેતરમાં રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા નોટરીની નિમણૂકની અરજી મંગાવવામાં આવી હતી જેમાં 9200 જેટલા વકીલોએ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા જે માંથી આશરે 8000 જેટલા વકીલો ને નોટરી તરીકે લોકસભાની ચૂંટણી પૂર્વે જ નિમણૂક આપતું એક સપ્તાહ પૂર્વે લિસ્ટ જાહેર થયું હતું જે લોકોએ આર્થિક વહીવટ કર્યા બાદ નિમણૂક લાયસન્સ નહિ મળતા તેઓએ તેમના મળતીયા મારફતે ચૂકવેલા નાણાં પરત મેળવવા માટે દોડધામ આદરી હતી પરંતુ આકાઓ દ્વારા નોટરી નિમણૂક આપી દેવાનું આશ્વાસન આપ્યું હતું પરંતુ સમય વિતવા છતાં નિમણૂક પત્ર નહીં આવતા વકીલોની ધીરજ ખૂટતા તેઓએ શહેર ભાજપ લીગલ સેલના ક્ધવીનર પીયુષ શાહને લિસ્ટ માં નામો નહીં આવતા પોતે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં મૌખિક રજૂઆત કરી હતી. હકીકત બહાર આવતા અને ફરિયાદ થાય તેમ જણાતા વચેટીયા એ રકમ પરત કરી દેવા માટે વકીલો ને મુદત માંગી હતી. જેમાં એક વકીલને 4.20 લાખ જેવી રકમ પરત ચૂકવી દેવાય હોવાનું વકીલ વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે. જ્યારે અન્ય વકીલોને પણ સમય મર્યાદામાં રકમ ચૂકવવા માટેનું જણાવવામાં આવી રહ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપ લીગલ સેલ સુધી સળગતો પ્રશ્ન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નવનિયુક્ત ચેરમેન અને પ્રદેશ ભાજપ લીગલ સેલના ક્ધવીનર જે.જે પટેલે જાણ થતા આ અંગે જવાબદારો સામે કાર્યવાહી કરવાના નિર્દેશ આપતા વકીલોમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને નજીકના દિવસોમાં છે ત્યારે આ પ્રકરણ અનેક ને દજાડે તેવી દહેશત જોવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં પણ વચેટિયા દ્વારા ઉઘરાણા થયાનું બહાર આવ્યું છે રાજકોટમાં એ નોટરી તરીકે માન્યતા અપાવવામાં 3:30 થી 4 લાખ રૂૂપિયાના ભાવ કર્યાનું જાણવા મળે છે જેમાં 1.50લાખ રૂૂપિયા દરેક પાસેથી એડવાન્સમાં લીધા નું ચર્ચાઈ રહ્યું છે. બાકીની રકમ નિમણૂક બાદ આપવાનું નક્કી થયું હતું. જોકે વચેટીયા મારફતે રકમ પરત નહીં ચૂકવાય તો ભોગ બનનાર વકીલો ફરિયાદ કરવા માટે પણ મક્કમ હોવાનું જાણવા મળ્યું છે.

પૈસા પરત નહીં મળે તો વકીલો કાનૂની લડત માટે મક્કમ
રાજકોટમાં વકીલોને નોટરીના લાઇસન્સ અપાવવા વચેટીયાઓએ 40 જેટલા વકીલો પાસેથી કરોડો રૂૂપિયા ખંખેરી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. અને આ ઘટના અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ પહોંચે તે પૂર્વે જ વચેટીયાઓએ એક વકીલને રૂૂ.4.20 લાખ પરત કરી દીધા છે અને બીજા વકીલોને મુદતની લોલીપોપ આપી છે. કેટલાક મોટા માથાઓ સુધી રેલો પહોંચતા સમાધાન માટે હડિયાપટ્ટી થઈ ગઈ છે. ત્યારે વચેટીયાનો ભોગ બનેલા વકીલો જો રૂૂપિયા પરત નહીં ચૂકવાય તો ફરિયાદ કરવા માટે મક્કમ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

કાર્યવાહીના નિર્દેશ આપતા પ્રદેશ ભાજપ લીગલ સેલના ક્ધવીનર જે.જે. પટેલ
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ વકીલોને નોટરીની નિમણૂક અપાઇ છે ત્યારે નોટરી નિમણૂકમાં સુરત બાદ રાજકોટમાં પણ વચ્ચેટીયાઓ દ્વારા વકીલોને નોટરીની નિમણૂક અપાવવા કરોડો રૂૂપિયા પડાવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી અને ભોગ બનનાર વકીલો દ્વારા રાજકોટ શહેર ભાજપ લીગલ સેલમાં રજૂઆત કરવામાં આવી હતી નોટરી નિમણૂક કૌભાંડની આગ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પહોંચતા નવનિયુક્ત ચેરમેન અને પ્રદેશ ભાજપ લીગલ સેલના ક્ધવીનર જે.જે. પટેલ પણ ચોકી ગયા છે. અને નોટરી નિમણૂકમાં વકીલો પાસેથી પૈસા પડાવનાર વચેટીયાઓએ સામે કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement