For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

‘ના તલવાર કી ધાર સે ના ગોલિયોં કી બૌછાર સે’ : બાઇક સ્ટંટનો વધુ એક વીડિયો વાયરલ

05:23 PM Jan 21, 2025 IST | Bhumika
‘ના તલવાર કી ધાર સે ના ગોલિયોં કી બૌછાર સે’   બાઇક સ્ટંટનો વધુ એક વીડિયો વાયરલ

સોશ્યલ મીડિયા પર ફેમસ થવા અને ફોલોઅર્સ વધારવા માટે આજનુ યુવાધન જોખમી સ્ટંટ તેમજ કંઇ પણ કરે છે ત્યારે થોડા દિવસો પહેલા જ પડધરી પાસે મુખ્ય હાઇવે પર સ્ટંટ કરતા ર4 નબીરાઓને પોલીસે પકડી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ અને તમામના બાઇક કબજે લઇ કડક કાર્યવાહી કરી હતી. ત્યારે રાજકોટ શહેરમા સામાકાંઠે સંતકબીર રોડ પર આવેલી ઇમિટેશન બજાર પાસેનો બાઇક સ્ટંટનો એક વીડીયો સોશ્યલ મીડિયામા વાઇરલ થયો હતો. 3 થી 4 બાઇકમા 6 થી 7 વ્યકિતઓ વીડીયોના બેકગ્રાઉન્ડ ડાયલોગ ‘ના તલવાર કી ધાર સે ના ગોલીયો કી બૌછાર સે, બંદા ડરતા હૈ તો પરવર દિગાર સે’ મા જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહયા છે. આ વીડીયો સોશ્યલ મીડિયામા વાઇરલ થતા જ પોલીસે તમામની ઓળખ મેળવી લીધી હતી અને આરોપીઓને પકડવા ટીમો દોડાવી હોવાનુ બી ડિવીઝન પોલીસ મથકમાથી જાણવા મળી રહયુ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement