રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતમાં ત્રણ દાયકામાં એક પણ નવી સરકારી મેડિકલ કોલેજ ખોલી નહીં?

05:42 PM Feb 29, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાત આરોગ્યક્ષેત્ર હબ બનતુ જાય છે અને હવે એઇમ્સનો પણ પ્રારંભ થઇ ગયો છે. રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં એક પણ મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવી નથી. તેવો પ્રશ્ર્ન વિધાનસભાગૃહમાં વિપક્ષી નેતા દ્વારા સરકારને પૂછતા આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં 13 જેટલી કોલેજ શરૂ કરાઇ છે. જેમાં 5 ખાનગી અને 8 જીએમઇઆરએસની કોલેજ કાર્યરત કરવામાં આવી છે.

Advertisement

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ડોક્ટર બનવાનુ સ્વપ્ન સેવતા રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના સ્વપ્નને પાંખ આપવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકારે કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરવાના સંકલ્પને સિદ્ધ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કામગીરી હાથ ધરી છે. હાલ રાજ્યમાં 6 સરકારી કોલેજ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 13 જીએમઇઆરએસ કોલેજ સહિત 40 મેડિકલ કોલેજ ઉપલબ્ધ છે.

રાજ્યના બાકી રહી જતા જિલ્લાઓમાં પણ મેડિકલ કોલેજ કાર્યરત કરાવવા સરકારે યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. રાજ્યમાં હાલ 40 મેડિકલ કોલેજ અંતર્ગત યુ.જી.(સ્નાતક) ની 7050 અને પી.જી. (અનુસ્નાતક)ની 2761 બેઠક ઉપલબ્ધ છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં મેડિકલ બેઠકોમા થયેલ વધારાની વિગતો જોઇએ તો સ્નાતકની 1350 અને અનુસ્નાતકની 531 બેઠકો વધી છે.

વર્ષ 2027 સુધીમાં યુ.જી.(સ્નાતક) ની 8500 અને પી.જી. (અનુસ્નાતક) ની અંદાજિત 3700 બેઠક ઉપલબ્ધ કરાવવા સરકારે આયોજન હાથ ધર્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, જીએમઇઆરએસ કોલેજમાં અભ્યાસ કરતા અંદાજિત 2400 વિદ્યાર્થીઓ પૈકી 1743 એટલે કે 72% વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ફી માં રાહત આપવામાં આવે છે.

છેલ્લા 2 દાયકામાં મેડિકલ કોલેજ અને બેઠકોમાં થયેલ વધારાની સ્થિતિ જોઇએ તો , વર્ષ 2001માં 10 મેડિકલ કોલેજની સામે વર્ષ-2024 માં 40 કોલેજ (400%), 1275 સ્નાતક બેઠકની સામે 7050 (553%) અને 830 અનુસ્નાતક બેઠકની સામે 2947 (335 %)(186-ડીએનબીની બેઠકો) નો વધારો થયો છે.

દેશમાં મેડિકલ કોલેજોની કુલ સંખ્યા 704 છે, જેમાં ખાનગી અને સરકારી મેડિકલ કોલેજોનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલા સરકારે લોકસભામાં આ માહિતી આપી હતી. લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે દેશની 704 મેડિકલ કોલેજોમાં 107948 એમબીબીએસની બેઠકો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2014થી મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો થયો છે અને તેમાં 82 ટકાનો વધારો થયો છે. અગાઉ મેડિકલ કોલેજોની સંખ્યા 387 હતી જે હવે વધીને 704 થઈ ગઈ છે. તે જ સમયે, 2014 થી એમબીબીએસની બેઠકોમાં 110 ટકાનો વધારો થયો છે, જ્યારે 2014 માં આ બેઠકો માત્ર 51,348 હતી, જે હવે વધીને 107948 થઈ ગઈ છે. તેમાંથી 56,283 બેઠકો સરકારી મેડિકલ કોલેજોની છે અને બાકીની 51665 બેઠકો ખાનગી મેડિકલ કોલેજોની છે. રાજ્યમંત્રી ભારતી પ્રવીણે એમ પણ કહ્યું કે 704 મેડિકલ કોલેજોમાંથી 379 સરકારી કોલેજો અને 315 ખાનગી મેડિકલ કોલેજો છે. તે જ સમયે, ગઊઊઝ ઙૠ સીટોમાં 117 ટકાનો વધારો થયો છે. 2014 માં, ગઊઊઝ ઙૠ બેઠકો 31185 હતી જે હવે વધીને 67,802 થઈ ગઈ છે.

ઇજનેરી કોલેજોમાં 51 ટકા જગ્યા ભરાઇ નથી
ગુજરાતમાં 16 જેટલા સરકારી કોલેજો આવેલી છે. જેમાં સરેરાશ 51.08 ટકા જગ્યા ખાલી છે. સરકારના જણાવ્યા મુજબ વર્ગ-1માં 534 જગ્યામાંથી 218 ભરાઇ છે. 316 ખાલી છે. વર્ગ-2માં 1467માંથી 1274 ભરાઇ છે અને 193 જેટલી ખાલી છે. વર્ગ-3માં 475માંથી 175 ભરાઇ છે અને 300 ખાલી છે. જયારે વર્ગ-4માં 260માંથી માત્ર 59 જગ્યા ભરાઇ છે. જ્યારે 201 જેટલી જગ્યા હતી પણ ખાલી છે. ઉપરાંત રાજ્યના 19 જિલ્લામાં મેડિકલ કોલેજ જ ઉપલબ્ધ નથી. સૌરાષ્ટ્રના 12 જિલ્લામાંથી માત્ર રાજકોટ, ભાવનગર, મોરબી અને કચ્છમાં જ ઇજનેરી કોલેજ કાર્યરત છે. જ્યારે અન્ય 8 જિલ્લાના છાત્રોને અન્ય જિલ્લામાં જવું પડી રહ્યું છે.

Tags :
gujaratgujarat newsmedical College
Advertisement
Next Article
Advertisement