પાણી નહીં તો વેરો નહીં: હાઈરાઈઝ બિલ્ડીંગ એશો.એ ખાંડા ખખડાવ્યા
ટેનામેન્ટ કરતા ઓછુ પાણી આપી બમણો વેરો વસુલાય છે, રોડ-રસ્તા સહિતના પ્રશ્ર્નો સાથે મેયરને રજૂઆત
શહેરમાં મહાનગરપાલિકા દ્વારા 5.30 મિલ્કત ધારકોને 20 મીનીટ પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે જે પેટે નિયત કરેલ ફી પણ વસુલવામાં આવે છે પરંતુ ટેનામેન્ટની તુલનાએ હાઈરાઈઝ બિલ્ડીંગોમાં ઓછુ પાણી આપી વધુ પાણીવેરો લેવામાં આવતો હોવાની વર્ષોથી ફરિયાદો ઉઠી છે તેવી જ રીતે નવા એપાર્ટમેન્ટને નળ કનેક્શન ન મળ્યું હોય તેમ રોડ રસ્તાની કનેક્ટીવીટી ન હોવા છતાં મિલ્કત વેરો લેવામાં આવતો હોય હવે હાઈરાઈઝ બિલ્ડીંગ એસોસીએશન મેદાનમાં ઉતર્યુ છે અને પાણી નહીં તો વેરો નહીં તેમજ પાણીવેરો બમણો શા માટે વસુલાય છે. અને રોડ રસ્તા સહિતની સુવિધાઓની માંગ સાથે આજે મેયરને રજૂઆત કરી હતી.
મેયરને રજૂઆત કરી જણાવેલ કે, મહાનગર પાલીકાના વોર્ડ નં.11 માં અમારા આ એસોસીએશન ના જુદા જુદા વિસ્તાર ના હાઈરાઈસ - લોરાઈસ ફ્લેટનાં તમામ પ્રમુખ ઉપપ્રમુખ મળીને કુલ 135 સભ્યોનુ એસોસીએશન ધરાવીએ છીએ. અમારી રજૂઆત છે કે, જુદા જુદા વિસ્તારમાં જે ટેનામેન્ટ મા પાણીનું કનેકશન બા ની સાઈઝનુ ફાળવવામાં આવે છે તેના પાણી વેરાની કમપેરીજન માં લો-હાઈરાઈસ ફફ્લેટ માં 1 થી 4 સુધીની લાઈન ના જે કનેકશન ફાળવવામાં આવે છે તેનો પાણી વેરો વધુ છે અને પાણી ઘેરાની સરખામણી માં જે 20 મીનીટ પાણી આપવામાં આવે છે તે પુરા કોર્સ થી આવતું ના હોય આ પાણી અમોને ખૂબ જ મોંધુ પડે છે તેથી અમારી રજુઆત છે કે પાણી પુરા કોર્સ થી આપવામાં આવે અથવા પાણીનો સમય 20 મીનીટ છે તેમાં વધારો કરવામા આવે જેથી ધારાધોરણ મુજબ ફલેટધારકોને પાણી મળી રહે. અમારા આ પ્રશ્નો ના સંદર્ભ માં ગ્રાઉન્ડ લેવલે પાણી ના કોસ તથા સમય માટે આપના તરફથી ખરેખર આવતુ પાણીની ખરાય કરવાની થતી હોય તો ગમે તે ફલેટ મા ખરાય કરાવવા સહમત છીએ.
અમારા વિસ્તારમાં ઘણા સમથથી મહાનગર પાલીકાનું પાણી નું ધણું ડોળુ અને ફીણવાળું ગંદુ આવે છે આ અંગે અવારનવાર રજુઆત કરવા છતા કોઈ નિરાકરયા આવેલ નથી પાણીના સંપની ચકાસણી કરી અમારા પ્રશ્નો નુ નિરાકરણ કરવા વિનંતી છે આ પ્રશ્નો માનવજાતના આરોગ્ય ને લગતો હોય પ્રધાન્ય આપવા વિનંતી. રાજકોટ રીંગરોડ નં. 2 થી આયમણી બાજુ કણકોટ રોડ / ગર્વમેન્ટ એન્જીન્યરીંગ કોલેજ તરફ ઘણી હાઈરાઈસ બિલ્ડીંગો બની ગયેલ છે અને વસવાટ પણ ચાલુ થઈ ગયેલ છતા તેમ છતા મુળભુત જરૂૂરીયાતો જેવી કે પાણી, ગટર,સફાઈ,ભુગર્ભ, રસ્તા. સિંચાઈ વગેરે કોઈ સગવડ આપવામાં આવેલ નથી છતા વેરો વસુલવામાં આવે છે જે અંગે સમાયાંતરે રહીસો દવારા સ્થાનીક લેવલે આપની ઓફીસ તથા ચુટાયેલા પ્રતિનિધીઓ ને રજુઆત કરવા છતા આ અંગે કોઈ લક્ષ લેવામાં આવેલ નથી તેમજ શ્રીનાથજીચોક થી અંદરના રોડ આજુબાજુ ઘણા વસવાટ થયેલ હોવા છતા પાણી કનેકશન આપવામાં આવતું નથી અને સફાઈ ની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી.
અમારું આ એસોસીએશન વોર્ડ નં. 11 ઘણા મોટા વિસ્તારમાં આવેલ છે અને દર વર્ષે અમારા ઘણા ખરા એપાર્ટમેન્ટ માં લગભગ 4 થી 6 માસ સુધી ટેન્કરનાં પાણી મંગાવવા પડે છે જેના કારણે દરેક સોસાયટી ને દર માસે રૂૂ. 50000 થી 140000 સુધી ટેન્કરના પાણીનો ખર્ચ ઉઠાવે છે જે ખરેખર ભરવામાં આવતા પાણી વેરા ઉપરાંતનો અસહથ ખેંચોં મહાનગરપાલીકાના પાણી ના આવવાના કારણે થાય છે.
મહાનગરપાલીકા પાસે પાણીનો પુરતો જથ્થો તથા સૈાની યોજના જેવો મહત્વ નો સ્ત્રોત હોવા છતા અમારા વિસ્તારને પરંતુ પાણી આપવામાં આવતુ નથી તથા ગંદા પાણીને કારણે સ્વાસ્થ્ય ઉપર અસર પડતી હોય અમારી આ રજૂઆત છે કે ભવિષ્ય માં જયારે પાણી પાઈપલાઈન દવારા પુરૂૂ ના પાડી શકાય તેવા સંજોગો માં મહાનગરપાલીકાના સંપ માથી સોસાયટી ઓને ટેન્કર દ્વારા પુરતુ અને શુધ્ધ પાણી મળી રહે તેવુ આગોતરુ આયોજન કરી સુચારુ વ્યવસ્થા ગોઠવવા હાઈરાઈસ-લોરાઈસ સોસાયટીના તમામ પ્રમુખોની આગ્રહ ભરી રજુઆત છે.