રોડ નહીં તો ટોલ નહીં; રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામ
તંત્રની ખાતરી અને આયોજનો વચ્ચે પણ રોજેરોજ ટ્રાફિક જામની યાતના યથાવત રહેતા જનહિત હાઇવે હક્ક સમિતિ ફરી મેદાને
તંત્રના ખોખલા વચનો અને સાંસદોના મૌન સામે ઉઠાવેલા સવાલ, હાઇવે ઉપર ટોલટેક્સના ઉઘરાણા સામે ઉગ્ર વિરોધ, પોલીસે ટીંગાટોળી કરી
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવેના ચાલતા અણઘડ કામના કારણે રોજેરોજ સર્જાતા ટ્રાફિક જામ અંગે કોંગ્રેસ દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં હાડમારી યથાવત રહેતા અને સવારે કોંગ્રસે ‘રોડ નહીં તો ટોલ નહીં’ના બેનરો ફરકાવી હાઇવે ઉપર ચક્કાજામ કરતા પોલીસેે કોંગ્રેસના કાર્યકરો નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી અને ટ્રાફિક કિલયર કરાવ્યો હતો.
રાજકોટ-જેતપુર હાઇવે ઉપર રોજેરોજ દૈનિક કલાકોના ટ્રાફિક જામ, જીવલેણ અકસ્માતો અને બિનકાયદેસર વસૂલાતા ટોલ સામેની લડાઈ રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવેની નિર્માણ કામગીરી શરૂૂ છે જે એક રીતે તો વિકાસ કાર્ય કહેવાય પરંતુ તંત્રની અણઆવડતને કારણે આ હાઇવે છેલ્લા એકાદ વર્ષથી સૌરાષ્ટ્રવાસીઓ માટે મોટી મુશ્કેલી બની ગયો છે. આ સમસ્યા મુદે કલેક્ટર તંત્ર,નેશનલ હાઇવે ઓથોરિટીની સક્રીયતાની કામગીરીની જાહેરાતો સામે વાસ્તવમા વાહનચાલકો રોજબરોજ હેરાન જ થાય છે. નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓની જાહેરાત મુજબ ટ્રાફિક જામ સમસ્યા માટે હેલ્પલાઈન નંબર શરૂૂ કર્યા છે પરંતુ તે માત્ર કાગળ પર જ કામગીરી હોય તેવું ચિત્ર ઊપજ્યું છે.
રાજકોટ કલેક્ટર દ્વારા સબંધિત વિભાગના અધિકારીઓને સાથે રાખી આ હાઇવેની કામગીરીનું નિરીક્ષણ કરી વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ અંગે સમીક્ષા કરીને વાહનચાલકોને યોગ્ય નિરાકરણની ખાતરી આપી હતી પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસને જાણે કલેક્ટરના આદેશનો ઉલાળિયો કરતા હોય અને નિંદ્રાધીન અવસ્થામા હોય તેવું હાલની પરિસ્થિતિએ લાગી રહ્યું છે.છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ ગોંડલ વચ્ચે ઠેર ઠેર કિલોમીટરોના ટ્રાફિક ચક્કજામના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે ખાસ તો તેમા એમ્બ્યુલન્સોમા રહેલ દર્દીઓની સ્થિતિ ખૂબ ગંભીર બને છે ત્યારે તંત્રની ઘોર બેદરકારીના કારણે લોકો ખૂબ હેરાનગત થઈ રહ્યા છે.
ગઈકાલે ગુજરાતના પ્રવાસે આવેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રિય મત્રી શિવરાજસિંહ ચૌહાણને આ હાઇવે પર ટ્રાફિક અને બિસ્માર રસ્તાનો કડવો અનુભવ થતા એક જાહેર કાર્યક્રમમા માર્મિક ટકોર કરી ટિપ્પણી કરી હતી જે રાજકોટના નેતાઓને અને તંત્ર માટે શરમજનક બાબત કહી શકાય. આ હાઇવે પર કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, અનેક સાંસદો અને ધારાસભ્યોનો દરરોજનો રસ્તો છે ત્યારે તે આ મુદ્દે કેમ કઈ બોલતા નથી તે મોટો સવાલ છે !
જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા આ તમામ મુદે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીને રજૂઆત કરી હતી બાદમા આ જ મુદ્દે રાજકોટ કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો જેમાં જીજ્ઞેશ મેવાણી,લાલજી દેસાઇ,પાલ આંબલિયા સહિત અનેક મોટા નેતાઓ જોડાયા હતા.આ સમિતિના મુખ્ય ક્ધવીનર રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે અમે વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ મામલે સ્ટેપ બાય સ્ટેપ સબંધિત વિભાગોને રજૂઆત કરીને સમસ્યાઓના યોગ્ય નિરાકરણ માટે પૂરતો સમય પણ આપ્યો છે તેમ છતાં હજુ સુધી વાહનચાલકોને પડતી હાલાકી મામલે યોગ્ય નિરાકરણ થયું નથી અને જે બિનકાયદેસર ટોલ ટેક્સ ધોમધખાર વસૂલી રહ્યા છે! આ પ્રોજેક્ટના ડાયરેક્ટર રાજકોટ કલેક્ટર તંત્રને ઊંધા કાન પકડાવી રહ્યા છે જેને લીધે માત્ર 25% ટોલ ફી માફીની લોલીપોપ આપવામા આવી છે તે કદાપિ સ્વીકાર્ય નથી.નેશનલ હાઇવે ઓથોરિટી જો જામનગર-અમૃતસર ભારતમાલા હાઇવે પર બિસ્માર રસ્તાને લઈ ટોલ વસુલાત સ્થગિત કરે તો આ હાઇવે પર શા માટે ટોલ ટેક્સ ઉઘરાવામા આવી રહ્યો છે તેવા વેધક સવાલ કર્યા હતા.
રાજકોટ કલેક્ટરને નેશનલ હાઇવે ઓથોરિટીએ જણાવ્યા અનુસાર ટ્રાફિક થતા પોઇન્ટો પર માર્શલો મૂક્યા છે. હરરોજ આ હાઇવે પર કિલોમીટરોનો ટ્રાફિક જામ જોવા મળે છે તો કયા હોય છે આ માર્શલો ? રાજકોટ જિલ્લા પોલીસ વિભાગ શા માટે ખૂબ થતા ટ્રાફિક સ્થળોએ ટ્રાફિક પોલીસના કાયમી પોઈન્ટ નથી મૂકતી તે મોટો સવાલ છે !
રોહિત રાજપૂતે સવાલ કર્યો હતો કે, રાજકોટના કલેક્ટર શા માટે કોન્ટ્રકટર અને જવાબદાર અધિકારીઓને છાવરી રહ્યા છે તે મોટો સવાલ છે ! જિલ્લાના કરતા હરતા અને સરકારના મુખ્ય પ્રતિનિધિ કલેક્ટરને તમામ પ્રકારના નિર્ણયો લેવાની સતા છે તો શા માટે આ ટોલ પ્લાઝાઓ બંધ નથી કરાવતા? શા માટે બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ નથી કરતા ? રાજકોટ કલેક્ટર તંત્ર આ હાઇવે પર લોકોને પડતી સમસ્યાઓ મુદે ગંભીરતા દાખવીને એક્શનમા આવવું જોઈએ તેવી માંગ કરી હતી. અમે લોકોને હેરાનગત કરવા માટે ચક્કાજામ નથી કર્યો પરંતુ નિંદ્રાધીન તંત્ર અને સરકારને જગાડીને લોકોના હકની લડાઈ માટે રોડ પર ઉતર્યા છે અને હજુ આગામી સમયમા લડત ઉગ્ર બનશે. આ ચક્કાજામ કાર્યક્રમમા સંજય અજુડીયા, ધરમભાઈ કાંબલિયા, રોહિતસિંહ રાજપુત,પ્રભાત ડાંગર, કનકસિંહ જાડેજા, માથુર માલવી,અજીત વાંક,હાર્દિક રાજપુત,અમિત ચૌધરી, કેતન તાળા, પ્રકાશ વેજપરા, યશ ભિંડોરા,રાજ શિંગાળા,પ્રશીલ રાજદેવ,રોનક રવૈયા સહિત આગેવાનો જોડાયા હતા. ચક્કાજામ કરતા આજીડેમ પોલીસ મૂફફિ 10 કાર્યકરોની અટકાયત કરી હતી.
સમિતિઓની પાંચ માંગણી
1.100% કામ પૂરું થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ થાય અને વૈકલ્પિક રોડની સ્થિતિ યોગ્ય કરવામા આવે 2. જ્યા જ્યા ટ્રાફિક થાય ત્યા ટ્રાફિક પોલીસના પોઇન્ટ્સ અને NHAI મોનિટરિંગ ટીમ ગઠિત થાય. 3. ટોલ સંચાલકો સામે ભ્રષ્ટાચાર અને બિનકાયદેસર વસૂલાત માટે તાકીદે કાર્યવાહી થાય. 4. Work Zone માટે IRC-SP 55 મુજબ યોગ્ય સ્તરનો ડાઇવર્જન રૂૂટ,લાઇટ, સાઇનેજ અને સુરક્ષા જરૂૂરી સુવિધાઓ અવલંબાવવામાં આવે. 5. નેશનલ હાઇવેના અધિકારીઓ,આ હાઇવે કામ કરતા કોન્ટ્રાક્ટર અને એજન્સીઓની જવાબદારી નક્કી કરીને દંડ અને કાયદાકીય પગલાં લેવામાં આવે.