For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અશાંતધારો નહીં, તો વોટ નહીં, પાટણમાં લાગ્યા પોસ્ટરો

04:33 PM Mar 20, 2024 IST | Bhumika
અશાંતધારો નહીં  તો વોટ નહીં  પાટણમાં લાગ્યા પોસ્ટરો
  • લાંબા સમયથી માંગણીનો ઉકેલ ન આવતા બહિષ્કારની ચીમકી

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ચૂકી છે, ત્યારે હવે મતદારો પણ પોતાનો મિજાજ બતાવી રહ્યા છે.પાટણ શહેરમાં આવેલી સાગોટાની શેરીમાં રહેતા સ્થાનિકોએ અશાંત ધારો નહીં, તો વોટ નહીંના બેનર લગાવી આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ચૂકી છે, ત્યારે હવે મતદારો પણ પોતાનો મિજાજ બતાવી રહ્યા છે પોતાના પડતર પ્રશ્નો અને માંગણીઓને સરકાર અને રાજકીય પક્ષો સમક્ષ તેઓ મુકતા હોય છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં તેમના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી મતદારોનો કંઈક આવો જ મિજાજ પાટણ જિલ્લામાં જોવા મળ્યો, જ્યાં કેટલાંક વિસ્તારમાં જાણી જોઈને મકાનો બીજી જાતિના લોકોને આપીને વયમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થતો હોવાની લાંબા સમયથી ફરિયાદો થઈ છે. સાગોટાની શેરીમાં રહેતા રહીશો દ્વારા પોતાના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા છેલ્લા 3 વર્ષથી વહીવટી તંત્ર અને સરકારના મંત્રીઓને લેખિત રજૂઆત કરી છે.

જોકે, રજૂઆતો બાદ પણ કોઈ કાર્યવાહી ન થતા વિસ્તારના લોકોએ ફરી એકવાર વિરોધનું શસ્ત્ર ઉગામ્યું છે. સાગોટાની પ્રથમ અને બીજી શેરીમાં 500 જેટલા મતદારોએ અશાંત ધારો લાગુ નહીં થાય ત્યાં સુધી કોઈપણ ચૂંટણીમાં મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement