For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોર્પોરેશનમાં કોઇ સાંભળતું નથી: મુખ્ય સચિવ સુધી ફરિયાદ પહોંચી

05:07 PM Sep 26, 2025 IST | Bhumika
કોર્પોરેશનમાં કોઇ સાંભળતું નથી  મુખ્ય સચિવ સુધી ફરિયાદ પહોંચી

રંગોલીપાર્ક સહિતની સોસાયટીઓમાં સ્પીડબે્રકર ન બનતા થાકેલા સ્થાનિકોએ ગાંધીનગરનો દરવાજો ખટખટાવ્યો

Advertisement

રાજકોટ મહાનગરપાલિકામાં લોકોની પાયાની જરૂરીયાતોના કામો ટલ્લે ચડી રહ્યા હોવાની ઘણા સમયથી ફરિયાદ ઉઠવા પામી છે. અધિકારીઓ નેતાઓનું માનતા નથી પરિણામે લોકો પોતાના કોર્પોરેટરને રજૂઆત કરવા છતા પોતાનું કામ થતુ ન હોય મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને રોષે ભરાયને ગાંધીનગર સુધી ફરિયાદો કરતા થઇ ગયા છે. આ પ્રકારનો એક બનાવા પામ્યો છે. મુખ્યમંત્રી ગૃહ યોજના રંગોલીપાર્ક સહિતની સોસાયટીઓમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં સ્પીડબ્રેકર ન બનતા સ્થાનીકોએ ગુજરાત સરકારના મુખ્ય સચિવને ફરિયાદ કરતા અધિકારીઓ દોડતા થઇ ગયાનું જાણવા મળેલ છે.

શહેરના છેવાડાની સોસાયટીઓ પૈકી મુખ્યમંત્રી ગૃહ યોજના રંગોલીપાર્ક સહિતની સોસાયટીઓમાંથી ભારે વાહનો પ્રસાર થતા અવાર નવાર અકસ્માતો થતા હોવાથી સ્થાનિકોએ જરૂરીયાત મુજબના સ્પીડબ્રેકર મુકવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને મહાનગરપાલિકાએ સ્પીડબ્રેકર બનાવવા જોઇએ તેવો રિપોર્ટ પણ થઇ ગયેલ છતા સ્પીડબ્રેકર ન બનતા આ મુદ્દે સોસાયટીના રહીશોએ કોર્પોરેટર તેમજ અધિકારીઓને રજૂઆત કરેલ છતાં સમસ્યાનો નિવારણ આજ સુધી ન આવતા રોષે ભરાયેલા સ્થાનિકોએ મુખ્યમંત્રી ગૃહ યોજના રંગોલી પાર્ક સોસાયટી સહિતના પ્રમુખો અને લોકોએ માર્ગ સુરક્ષા માટે તાત્કાલીક પગલા લેવામાં આવે તે મુજબની સરકારના મુખ્ય સચિવને ફરિયાદ કરી હતી.

Advertisement

તેમજ કલક14-19 અને 21 હેઠળના બંધારણીય હક્કોના ઉલંધનનો આરોપ મૂકયો છે. રહેવાસીઓએ ઝેબ્રા ક્રોસિંગ અને સાઇનેજ સ્થાપિત કરવાની તથા બેદરકાર અધિકારીઓ સામે પગલા લેવાની માંગ કરી કોઇ દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલીક કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યુ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement