રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મને કોઈએ ઓફર કરી નથી, હું કોંગ્રેસમાં જ છું, ધારાસભ્ય વિમલ ચુડાસમાની સ્પષ્ટતા

03:46 PM Dec 20, 2023 IST | Sejal barot
Advertisement

રાજ્યમાં રાજકીય ગતિવિધીઓ તેજ થઇ ગઇ છે. આપ બાદ હવે કોંગ્રેસના નેતાઓ તૂટી રહ્યાં હોવાની ચર્ચાઓ વચ્ચે આજે કોંગ્રેસના ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાની વાતો પણ પૂર્ણવિરામ મુકી દીધુ છે.
ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજીનામા અને અન્ય પક્ષામાં જોડાવવાની તમામ અટકળોને ફગાવી છે.
તેમને જણાવ્યુ કે, હું છેલ્લા 6 વર્ષથી એવી સ્પષ્ટતા કરતો આવ્યો છું, કે હું ક્યાંય જવાનો નથી, મને કોંગ્રેસે બધુ જ આપ્યુ છે.
હાલમાં રાજીનામા અને અન્ય પક્ષમાં જવાની અટકળો માત્ર મને બદનામ કરવા માટે વહેતી કરાઇ છે. વિમલ ચૂડાસમાએ વધુમાં જણાવ્યુ કે, દરેક રાજકીય પક્ષનો સારો - ખરાબ સમય આવતો હોય છે, પરંતુ જેનું મન અને હ્રદય મજબૂત હોય તેને ક્યારેય કોઈ ઓફર કરતું નથી, મને કોઇ ઓફર મળી નથી. હું કોંગ્રેસના છું અને રહીશ.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં રાજકીય નેતાઓના રાજીનામા આપવાનો સિલસિલો ચાલી રહ્યો છે. પહેલા આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા. અને ગઇકાલે ફરી એકવાર કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામુ આપીને બીજેપીમાં સામેલ થઇ ગયા હતા.

Advertisement

Tags :
ChudasmaclarifiedgujaratI am in CongressMLANo one has offered meVimal
Advertisement
Next Article
Advertisement