આજી રિવરફ્રન્ટ માટે બજેટમાં કોઇ ફાળવણી નહીં, સ્થગિત જેવી સ્થિતિ
03:46 PM Feb 11, 2025 IST
|
Bhumika
Advertisement
રામનાથપરા મંદિરનો ર્જીણોધ્ધાર વર્ષમાં જ પૂરો કરાશે
Advertisement
રાજકોટ શહેરની મહત્વાકાંક્ષી એવી આજી રિવરફ્રન્ટ યોજના 12 વર્ષે પણ આગળ ધપી નથી અને આ વર્ષે મહાનગરપાલિકાએ બજેટમાં આજી રિવરફ્રન્ટ માટે કોઇ નાણાકીય ફાળવણી નહીં કરીને યોજના સ્થગીત કરી દીધી છે.
સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે આજી રિવરફ્રન્ટની યોજનામાં કોર્ટ-કચેરી સહીતના કેટલાક ટેકનીકલ કારણોસર આ વર્ષે બજેટ ફાળવવામાં આવ્યું નથી પરંતુ રામનાથ મહાદેવ મંદિરના નવીનીકરણની યોજના આ વર્ષમાં જ પુર્ણ કરી દેવાનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટ સાથે આજી રિવરફ્રન્ટ યોજના જાહેર કરી હતી તેમાંથી સાબરમતી રિવરફ્રન્ટ યોજના પૂર્ણ થઇ ગઇ છે જયારે રાજકોટની આજી રિવરફ્રન્ટ યોજના હજુ કાગળ ઉપર જ અટકી છે.
Next Article
Advertisement