રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંઢેરી સ્ટેડિયમનું નિરંજન શાહ નામકરણ, જાડેજા-પૂજારાનું સન્માન

01:02 PM Feb 15, 2024 IST | Bhumika
Advertisement

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ છે. મેચ પહેલા રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. હવે આ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમના નામથી ઓળખાશે. નિરંજન શાહે 1960 અને 70ના દશકામાં સૌરાષ્ટ્ર તરફથી 12 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા બાદ લગભગ ચાર દશકા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સચિવ રહ્યાં. તેઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પણ સચિવ રહી ચુક્યા છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને સ્ટેડિયમનું નામ ચેન્જ કરવા માટે સમારંભનું આયોજન કર્યું. સમારંભમાં ભારતના સ્પિનર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પુજારાને સન્માનિત કરવામાં આવ્યા.

Advertisement

 

SCAએ ગુજરાતના બંને ક્રિકેટરને પણ ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાન અને ઉપલબ્ધિઓ માટે સન્માનિત કરવામાં આવ્યા. જાડેજા રાજકોટ ટેસ્ટમાં મેદાન પર ઉતરશે. તેઓ હેમસ્ટ્રિંગ ઈન્જરીના કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ રમી શક્યો ન હતો.જાડેજાએ ઈજાને લઈને કહ્યું- આ નિરાશાજનક છે પરંતુ હાલ ક્રિકેટની મેચ ઘણી વધી છે અને આ હંમેશા મગજમાં રહે છે. હું મેદાનમાં ક્યાંય છુપાઈ ન શકું, હું કોઈ પણ પ્રારુપમાં હંમેશા મહત્વપૂર્ણ સ્થાનો પર રહું છું અને એટલે જ બોલ હંમેશા મારી પાસે આવે છે. જાડેજાએ કહ્યું કે ઈજાથી બચવા માટે તેણે ચતુરાઈભર્યા બદલાવ કરવા પડશે.

Tags :
gujaratgujarat newsNiranjan Shah Stadiumrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement