For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નિખિલ પિલોજપરાને છબીકલા ક્ષેત્રે 2021-22નો ગુજરાત ગૌરવ પુરસ્કાર

04:03 PM Sep 29, 2025 IST | Bhumika
નિખિલ પિલોજપરાને છબીકલા ક્ષેત્રે 2021 22નો ગુજરાત ગૌરવ પુરસ્કાર

ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા છબીકલા (ફોટોગ્રાફી) ચિત્રકલા તથા શિલ્પ કલા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ 26 કલાકારોને સન્માનિત કરવાનો ભવ્ય કાર્યક્રમ ગાંધીનગર ટાઉનહોલમાં તારીખ 24-09-2025 ના રોજ યોજાયો. સાથે સાથે ર4 કલાકારોની પાંચ પાંચ સુંદર કલાકૃતિનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

Advertisement

આ તકે ગુજરાત રાજ્ય પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ફ્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે તમામ 26 કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા જેમાં પ્રત્યેક કલાકારોને 51,000/- ની ધન રાશીનો ચેક સન્માન પત્રથી સન્માનિત કરાયા હતા.

જ્યારે ગાંધીનગરના પ્રથમ નાગરિક મેયર મીરાબેન પટેલ એ તમામ કલાકારોને સાલ ઓઢાડી સન્માનિત કરી અને અભિનંદન પાઠવ્યા હતા અધ્યક્ષ ગુજરાત રાજ્ય લલિતકલા ના અનુપકુમાર પાંડે દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટના નિખિલ એમ. પીલોજપરાનું છબીકલા (ફોટોગ્રાફી) ક્ષેત્રે વિશિષ્ટ યોગ્ય દાન બદલ ગુજરાત રાજ્યનો ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement