દ્વારકામાં જગત મંદિરે ધ્વજારોહણ કરી જન્મદિન ઉજવતા નિકાવાના પત્રકાર રાજુ રામોલિયા
કાલાવડ તાલુકાના પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામા પત્રકાર તરીકે ફરજ બજાવતા ગઈકાલે તેમના જન્મ દિવસ નિમિતે રાજુભાઈ રામોલિયા દ્વારા જગત મંદિર દ્વારકાધીસ ના શિખરે ધ્વજા ચઢાવી જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કાલાવડ તાલુકાના નિકાવા ગામના વતની અને યુવા પત્રકાર રાજુભાઈ રામોલિયાના જન્મદિવસ નિમિત્તે દ્વારકા નગરીમાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી દ્વારકાધીશની ધ્વજા રોહણનો કાર્યકમ ભવ્ય રીતે ગઈ કાલે ઉજવ્યો હતો. આ ધ્વજારોહન કાર્યક્રમમાં અનેક રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ, સંતો મહંતો, પત્રકારોે, સગા સંબંધીઓ તેમજ બહોળી સંખ્યામાં યુવાનો અને વડીલો ભાઈઓ બહેનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજારોહણના આગલા દિવસે સાંજે ધ્વજા પૂજન દ્વારકા નિવાસી પટેલના ગોર ઠાકર તેજસ હરિચંદ્ર દ્વારા વિધિ વિધાન સાથે રામોલિયા પરિવારને ધ્વજા પૂજન કરાવ્યું હતું. તેમજ પરિવાર દ્વારા આયોજિત હે રાસોત્સવમા આમંત્રિત મહેમાનો અને મિત્રમંડળ મન મૂકી રાસ રમ્યા હતા.
અને રાત્રિના 12:00 વાગ્યે જન્મદિવસની ઉજવણી દ્વારકાધીશ ના નાદ સાથે કેક કાપી મિત્રો સાથે જન્મદીનની ભવ્ય ઉજવણી કરી હતી. જન્મ દિનની ઉજવણીમા રાજકીય અને સામાજીક ક્ષેત્રે રાજુભાઈ રામોલિયાના યોગદાનની પ્રશંસા કરી તેમના દીર્ઘાયુ અને તંદુરસ્તી માટે સૌ કોઇ એ શુભકામનાઓ પાઠવી હતી.વધુમાં તાલુકાના લોકોનું કહેવું છે કે રાજુભાઈ રામોલિયા એ દિવસ અને રાત ફિલ્ડમા રહી કાલાવડ તાલુકાના પ્રશ્નોને વાચા આપવાના સતત પ્રયત્નો કર્યા છે. જેની સૌ કોઇ એ નોંધ લઈ બિરદાવ્યા હતા.સવારે શોભાયાત્રામા ધ્વજાજી સાથે દ્વારકા નગરીની શેરીઓમાં ડી.જે.ના તાલ સાથે સૌ કોઈ જૂમી ઉઠ્યા હતા. અને દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી જગત મંદિરના શિખરે ધ્વજા લહેરાવવામાં આવી હતી. અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.આ કાર્યક્રમમાં રામોલિયા પરિવારના તમામ પરિવારજનો, સંતો મહંતો,રાજકીય મહાનુભાવો, પત્રકારો,સામાજિક અગ્રણીઓ, મિત્રમંડળ, સગાવ્હાલાઓ તેમજ નિકાવા થી અને બહાર ગામો માથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બપોરે મહાપ્રસાદ નું ભવ્ય આયોજન કર્યું હતું.