રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ CCE પરીક્ષાનું રાત્રે પરિણામ

05:41 PM Sep 06, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

(GSSSB) દ્વારા જાહેરાત ક્રમાંક: 121/202324 અંતર્ગત વર્ગ-3 (ગ્રૂપ-અ અને ગ્રૂપ-ઇ) ની કુલ 5554 ખાલી જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેના માટે ઉમેદવારો પાસેથી તા. 04/01/2024 થી તા. 31/01/2024 સુધી ઓનલાઇન અરજી મંગાવામાં આવી હતી. જેની પરીક્ષાનું આયોજન તારીખ 01/04/2024 થી 20/05/2024 સુધી કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ આજે રાત્રે 8 વાગ્યે જાહેર થશે ગૌણ સેના પસંદગી બોર્ડની વેબસાઈટ ઉપર જોઈ શકાશે.

01/04/2024 થી 20/05/2024 સુધી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3 (ગ્રૂપ-અ અને ગ્રૂપ-ઇ)ની Combined Competitive Exam (CCE) પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3.40 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે આ પરીક્ષા ફી પેટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ છત.500 અને અનામત કેટેગરીના ઉમેદવારોએ છત. 400 ભર્યા છે. તે તમને પરત મળી જશે. આ ફી એવા ઉમેદવારોને જ મળશે કે જેને પરીક્ષામાં ભાગ લીધો હતો. જે ઉમેદવારોએ પરીક્ષા આપી નથી તેને આ ફી પરત મળશે નહીં.

Tags :
CCE Examgujaratgujarat newsSecondary Service Selection Board
Advertisement
Next Article
Advertisement