આગામી 72 કલાક ગુજરાત માટે ભારે ! અંબાલાલ પટેલે કરી આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 72 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરી છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
13 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભારે વરસાદ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન છે. આગામી 5 દિવસ દરિયાકાંઠે 30-40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
રાજ્યના પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 12 થી 18 જુલાઈ દરમ્યાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તા. 13 થી 16 જુલાઈ દરમ્યાન બંગાળ ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે.
ઉત્તર ગુજરાત ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ફરી એક વખત 26 થી 30 જુલાઈ દરમ્યાન વરસાદી સિસ્ટમ નિર્માણ પામશે. જેના કારણે રાજ્યમાં ફરી ભારે વરસાદની સિસ્ટમનુ નિર્માણ થશે.