નવનિયુક્ત નોટરી એડવોકેટને 12મીએ ગાંધીનગર ખાતે પ્રમાણપત્ર કરાશે એનાયત
ગુજરાત રાજય સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નવનિયુકત નોટરી, એડવોકેટને નોટરી પ્રમાણપત્ર એનાયત કરવા માટે ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત નેશનલ લો યુનિવર્સીટીમા આગામી 12 નવેમ્બરના રોજ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે જેમા નિમણુંક પામેલા નોટરીને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીનાં હસ્તે નોટરી પ્રમાણપત્ર એનાયત કરવામા આવશે.
ગુજરાત સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે નિમણુંક પામેલા એડવોકેટઓના નોટરી પ્રમાણપત્ર એનાયતનો કાર્યક્રમનુ તારીખ - 12/11/2025 ના રોજ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે સવારે 9:30 વાગ્યાથી આયોજન કરવામા આવ્યુ છે.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક પામનાર ધારાશાસ્ત્રીઓના જાહેર કરવામાં આવેલા લિસ્ટમાં સામેલ તમામ ધારાશાસ્ત્રીઓને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા કાયદામંત્રી(રાજ્ય કક્ષા) કૌશિકભાઇ વેકરીયાના વરદ હસ્તે નોટરી પ્રમાણપત્ર એનાયત કરવાનું આયોજન કરવામાં આવેલુ છે.
જે ધારાશાસ્ત્રીઓનું નામ આ લિસ્ટમાં સામેલ છે તે તમામ ધારાશાસ્ત્રીઓએ સંપૂર્ણ ગણવેશમાં ઉપર જણાવેલ તારીખ, સ્થળ અને સમયે અચૂક હાજર રહેવા છે. જે જે પટેલ ચેરમેન, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે જણાવ્યું છે.
