For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CNGમાં એક રૂપિયાના ડામ સાથે નવા વર્ષની શરૂઆત

12:10 PM Jan 01, 2025 IST | Bhumika
cngમાં એક રૂપિયાના ડામ સાથે નવા વર્ષની શરૂઆત

ગુજરાત ગેસે 6 મહિનામાં ચોથી વખત વધારો ઝીંકયો
નવા વર્ષના પ્રથમ દિવસે લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો હતો. ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં ફરી એકવાર દોઢ રૂૂપિયાના વધારાની જાહેરાત કરી છે. આ નવો ભાવ આજથી અમલી બન્યો છે. ગુજરાત ગેસ કંપનીએ જુલાઈ મહિનામાં સીએનજીના ભાવમાં 1 રૂૂપિયો વધારો કર્યો હતો ત્યાર બાદ ઓગસ્ટમાં ફરી વખત કિલો દીઠ 1 રૂૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1 ડિસેમ્બરથી ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં દોઢ રૂૂપિયો વધારો કર્યો હતો ત્યાર પછી હવે ફરી નવા વર્ષમાં 1 જાન્યુઆરીથી દોઢ રૂૂપિયાના ભાવ વધારાની જાહેરાત કરાતાં વાહનચાલકોમાં રોષ વ્યાપી ગયો છે.

Advertisement

1 જાન્યુઆરીથી ફરી 1.50 રૂૂપિયો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જૂનો ભાવ 77.27 રૂૂપિયા હતો જે 1 જાન્યુઆરીથી 79.26 રૂૂપિયા થઈ જશે. છેલ્લા 6 મહિનામાં જ સીએનજીમાં કિલો દીઠ ભાવમાં 5 રૂૂપિયાનો વધારો કરાયો છે. ભાવ વધારો થવાને કારણે સીએનજી વાહનચાલકો પર રોજનું 4.50 લાખ રૂૂપિયાનું ભારણ વધશે. ગુજરાત ગેસના ઈગૠ પંપની ફ્રેન્ચાઈઝી ધરાવતા ડીલરે કહ્યું હતું કે, ગુજરાત ગેસ કંપની દ્વારા માત્ર 6 જ મહિનામાં ચોથી વખત ગેસના ભાવમાં વધારો કર્યો છે. જો સીએનજી ગેસના ભાવમાં આવી રીતે જ વધારો થતો રહેશે તો વાહન ચાલકો પેટ્રોલ અથવા ડીઝલ વાહનો તરફ વળશે અને પ્રદૂષણ વધશે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement