અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો નવો વીડિયો વાયરલ, જીવ બચાવા વિધાર્થીઓ હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદવા લાગ્યા
અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું વિમાન 12 જૂનના રોજ ક્રેશ થયું હતું. આ વિમાન અમદાવાદ એરપોર્ટ નજીક બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલની ઇમારત સાથે અથડાયા બાદ ક્રેશ થયું હતું. આ વિમાનમાં 241 લોકો સવાર હતા, જેમાંથી 240 લોકોના મોત થયા હતા. હોસ્ટેલની દિવાલ સાથે અથડાવાથી ઘણા વિદ્યાર્થીઓ પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. હવે આ ઘટનાનો એક નવો વીડિયો સામે આવ્યો છે.
એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના પછી એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વિમાન દુર્ઘટના પછી નજીકના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ કેવી રીતે પોતાને બચાવી રહ્યા છે.
https://x.com/nareshsinh_007/status/1934901140044284299
આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે MBBS વિદ્યાર્થીઓ કપડું બાંધીને બીજા અને ત્રીજા માળેથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ ચાદરની મદદથી કૂદકા મારતા જોઈ શકાય છે.
વીડિયોમાં હોસ્ટેલની સામે આગ લાગી છે અને લોકો ડરના કારણે ચીસો પાડી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ ચાદરમાંથી દોરડા બનાવતા જોઈ શકાય છે જ્યારે કેટલાક પોતાનો જીવ બચાવવા માટે આ ચાદરનો ઉપયોગ કરીને રેલિંગ પરથી કૂદતા જોઈ શકાય છે.
12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171 ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થઈ ગઈ હતી. પડતા પહેલા, વિમાન એક હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું, જેના કારણે હોસ્ટેલ બિલ્ડિંગ તેમજ આસપાસની ઇમારતોને ભારે નુકસાન થયું હતું. એર ઈન્ડિયાના આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો, બે પાયલોટ અને 10 ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે. આમાંથી 241 લોકોના મોત થયા હતા. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રમેશ વિશ્વાસ કુમાર એકમાત્ર વ્યક્તિ છે જે વિમાનમાંથી બચી ગયા હતા.