અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો ટ્વિસ્ટ
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ડીસીપી સહિતનાએ રીબડાના અનિરૂદ્ધ સિંહ, રાજદિપસિંહ જાડેજા સહિત છ લોકોના નામ આપવા દબાણ કર્યાનું કોર્ટમાં નિવેદન
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ, તેના પુત્ર ગણેશ ગોંડલના ડિવાયએસપી અને રાજકોટના ડીસીપી ઝોન-2 સામે ગુનો નોંધવા માંગ કરી
કથિત દુષ્કર્મ પીડિતાએ ગોંડલ જૂથ ઉપર તોપ ફોડી
ગોંડલના રીબડાના બે બળીયા જૂથો વચ્ચેની લડાઇમાં દુષ્કર્મનો ગુનો નોંધાતા રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો જ ક્રાઇમ સીન ક્રિએટ થયો છે. મૃતક અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર યુવતીએ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેના પુત્ર અને રાજકોટના ડીસીપી સહિતનાઓએ રીબડા જૂથના પિતા-પુત્રના નામ લેવા દબાણ કર્યાનું કોર્ટ સમક્ષ નિવેદન આપતા ભારે ચકચાર જાગી છે.
રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ ગત તા. 3 મેના રોજ રીબડાનાં અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે પમને મારવા પાછળ અનિરૂૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.થ મૃતક અમીત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી રાજકીય રંગ લાગતા મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાનાં ક્ષત્રિય આગેવાન અનિરૂૂદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
રીબડાના અમિત ખૂંટે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ આપઘાત કર્યો હતો. એ પહેલાં તેણે એક સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાં અનિરૂૂદ્ધસિંહ, રાજદીપસિંહ રીબડા અને રહીમ મકરાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો. હાલમાં આ કેસમાં પોલીસ તપાસ ચાલુ છે અને આરોપી અનિરૂૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી વિરૂૂદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આરોપીઓ પોતાની ધરપકડથી બચવા દેશ છોડીને જતા રહ્યાનું અનુમાન છે.મેજિસ્ટ્રેટ સમક્ષ વકીલ મારફતે સગીરાએ નિવેદન નોંધાવવા સાથે આ કેસમાં પીડિતા સગીરાની ગેરકાયદે અટકાયત, અપહરણ, ધાક-ધમકી આપવી સહિતની કલમ હેઠળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેના પુત્ર ગણેશ જાડેજા તેમજ ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કિશોરસિંહ ઝાલા, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એ. ડી. પરમાર તેમજ રાજકોટ શહેરના ઝોન-2ના ડીસીપી જગદીશ બાંગરવા તેમજ એ-ડિવિઝનના પોલીસ અધિકારી સહિતના વિરૂૂદ્ધ અલગથી ફરિયાદ નોંધીને ગુનો દાખલ કરવાની માંગ કરી હતી.
હું રાજદીપ સિંહને ઓળખતી પણ નથી,મારાં અને મારા પરિવારનાં જીવને જોખમ છે, અમને સુરક્ષા મળે એવી મારી માગ: સગીરાનો આક્ષેપ
ચકચારી પ્રકરણમાં સમયાંતરે અનેક આક્ષેપબાજી ચાલુ છે ત્યાં હનિટ્રેપ કેસની આરોપી સગીરાએ તેણીના વકીલ સાથે મેજિસ્ટ્રેટ સમક્ષ ચોંકાવનારૂૂ નિવેદન નોંધાવતા જણાવ્યું કે,મૃતક અમિત ખૂંટ દ્વારા કેફી પીણું પીવડાવીને મારા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને પછી મેં ફરિયાદ કરતા પોતે આપઘાત કરી લીધો છે. તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં લગાવવામાં આવેલા હનીટ્રેપના આક્ષેપ ખોટા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના માણસો દ્વારા ખુબ દબાણ કરીને મને છ લોકો અનિરૂૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, દિનેશ પાતર, રહીમ અને સંજય પંડિતનાં નામ આપી દેવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં અનિરૂૂદ્ધસિંહ કે રાજદીપસિંહ જાડેજાને હું ઓળખતી પણ નથી. આજે મારાં અને મારા પરિવારનાં જીવને જોખમ છે, અમને સુરક્ષા મળે એવી મારી માગ છે.