For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડોદરાવાસીઓ ઉપર નવી મુસીબત, 25 હજારથી વધુ લોકો ચામડીના રોગનો શિકાર

05:13 PM Sep 05, 2024 IST | Bhumika
વડોદરાવાસીઓ ઉપર નવી મુસીબત  25 હજારથી વધુ લોકો ચામડીના રોગનો શિકાર
Advertisement

સતત પાણીમાં અવરજવરથી પગમાં ફંગસ થવા લાગી અને છાલા પડી ગયા

વડોદરામાં આવેલ પુરમાં અનેક વિસ્તારના લોકો 2થી 3 દિવસ પાણીમાં રહ્યા, લોકોના ઘર પાણીમાં ડૂબ્યા હતા. આ ઉપરાંત અનેક વિસ્તારમાં પહેલા માળ સુધી મકાનો ડૂબ્યા હતા. લોકો 3 દિવસ સુધી ઘરમાં અને અઠવાડિયા સુધી પાણીમાં અવરજવર કરતા લોકોના પગમાં ફંગસ થવા લાગ્યા છે. આંગળીઓ વચ્ચે અને પગ તળિયે છાલા પડી ગયા ચામડી ઉતરી રહી છે. પલળેલા જ કપડા લોકોએ 2થી 3 દિવસ પહેરી રાખતા પગ અને કમ્મરના ભાગે ફંગસ થતા શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં મળી 25 હજારથી વધુ લોકો ચામડીની બીમારીની સારવાર લઈ રહ્યા છે.

Advertisement

આ અંગે સ્કિન સ્પેશિયાલિસ્ટ કહી રહ્યા છે કે પૂર બાદ ચામડીના દર્દીઓ ડબલ થઈ જવા પામ્યા છે. 200 જેટલી ખાનગી હોસ્પિટલમાં રોજના 40 થી 50 દર્દીઓ આવી રહ્યા છે. શહેરની સરકારી હોસ્પિટલમાં પણ ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓ પહોંચી રહ્યા છે. ડોક્ટરે કહ્યું કે, લોકો પલળેલા પગને ગરમ પાણીથી ધોઈ આંગળીઓ પણ સાફ કરે ત્યાં તેલ અથવા ક્રીમ લગાવે. 2 થી 3 દિવસ પલળેલા કપડાં ગરમ પાણીમાં પલાળી ધોવે , શક્ય હોય ગંદા પાણીમાં ચાલવાનું ટાળી ડોક્ટરની સલાહ લે તે જરૂૂરી છે.

આ વર્ષે વડોદરાવાસીઓને ભયંકર પૂરમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મોટી સંખ્યામાં લોકોની ઘરવખરી પળળી ગઈ તો પૂર બાદ ઠેરઠેર ગંદકી જોવા મળી હતી. જે બાદ રોગચાળામાં પણ વધારો થયો છે. લોકો શરદી,ઉધરસ, તાવ બાદ અને ચામડીના રોગોથી પિડાઈ રહ્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement