For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ, લોધિકા, મોરબીમાં નવી સબ રજિસ્ટ્રાર કચેરી બનશે

06:00 PM Feb 20, 2025 IST | Bhumika
રાજકોટ  લોધિકા  મોરબીમાં નવી સબ રજિસ્ટ્રાર કચેરી બનશે

Advertisement

સરકારે મહેસૂલ વિભાગ માટે ફાળવેલ રૂા.5427 કરોડમાં જોગવાઇ કરાઇ

મહેસૂલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂત દ્વારા તેની એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન પણ જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તેવો પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવેલ છે. તેમાં સરકારે મહેસુલ વિભાગને રૂા.5427 કરોડની જોગવાઇ કરાઇ છે.

Advertisement

રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 7221 ગામોના 12 લાખથી વધુ મિલકતોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરી સમગ્ર દેશમાં ફેઝ-2 માં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે.સાબરકાંઠાના હિંમતનગર ખાતે નવી કલેક્ટર કચેરી અને વેરાવળ, પોરબંદર, દ્વારકા, ભચાઉ, વઢવાણ, બાયડ, આંકલાવ, સોજીત્રા, નડિયાદ, લુણાવાડા, જલાલપોર, સાગબારા અને ઉમરપાડા ખાતે નવા મહેસૂલી ભવનોના બાંધકામ, અંજાર-કચ્છ અને ઊંઝા-મહેસાણા ખાતે સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની નવી કચેરીઓના બાંધકામ અને અમદાવાદ શહેર, સાણંદ, દેત્રોજ, રાધનપુર, રાજકોટ શહેર, લોધિકા, મોરબી, અંકલેશ્વર અને ઉમરગામ ખાતે નવી સબ-રજીસ્ટ્રાર કચેરીઓના બાંધકામ માટ રૂા.66 કરોડની જોગવાઇ.

ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી મહેસૂલી સેવાઓના વિવિધ પોર્ટલના અપગ્રેડેશન અને આઇ.ટી. સાધન-સામગ્રીની ખરીદી માટે રૂા.87 કરોડ નાગરિકોને મહેસૂલી સેવાઓ ઝડપી પૂરી પાડવા વિવિધ કચેરીઓ માટે 230 નવી જગ્યાઓ ઊભી કરવા રૂા.15 કરોડ અને રાજ્ય આપત્તિ શમન નિધિમાંથી ઇમરજન્સી રિસ્પોન્સ માટે પૂર નિયંત્રણ અને ફાયરને લગતા સાધનોની ખરીદી સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂા.429 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

દિવસે વીજળી આપવા કિસાન સૂર્યઘર યોજનામાં રૂા.2175 કરોડની ફાળવણી
રાજય સરકારે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે રૂા.6751 કરોડની જોગવાઇ કરી છે. તેમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રૂા.2175 કરોડ, આદિજાતિ તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂા.987 કરોડ, સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના હેઠળ નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂા.132 કરોડ અને નવા સબ સ્ટેશનો સ્થાપવા માટે રૂા.250 કરોડ, રાજ્યમાં ઈલેક્ટ્રિક વ્હિકલ(ઊટ) ચાર્જીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓના વિકાસ માટે રૂા. 50 કરોડ અને રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે માળખાકીય સુવિધાઓના અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે રૂા.936 કરોડની જોગવાઇ કરાઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement