For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, સવારથી અનેક સ્થળે સટાસટી

12:43 PM Jul 29, 2024 IST | Bhumika
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ  સવારથી અનેક સ્થળે સટાસટી
Advertisement

પ્રાંતિજ 5, લુણાવાડા 4, માણસા 3, મોડાસા 2॥, મેઘરજ 2, ખાનપુર 1॥, વીરપુર 1॥ સહિત 119 તાલુકામાં સવારથી મેઘાના મંડાણ

Advertisement

ગુજરાતમાં સતત એક અઠવાડિયું મેઘરાજાએ તોફાની બેટીંગ કર્યા બાદ ગઈકાલે મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે વિરામ લીધો હતો. પરંતુ હવામાન ખાતાની આગાહીના પગલે આજે સવારથી 119 તાલુકાઓમાં વરસાદ વરસવો શરૂ થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

આજે સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં અડધાથી 5 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો જેમાં મહિસાગર જિલ્લાના પ્રાંતિજ, લુણાવાડા, મોડાસા, મેઘરજ, ખાનપુર અને વીરપુર તાલુકામાં અનરાધાર વરસાદ શરૂ થયો છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગઈકાલે વરસાદે વિરામ લીધો હતો. પરંતુ મધરાત્રીથી વાદળોના ગંજ ગુજરાત ઉપર ખડકાવવા લાગતા અને હવામાન ખાતાની આગાહીના પગલે આજે વહેલી સવારથી જ 119 તાલુકામાં અડધા ઈંચથી 5 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આજે સવારે છ વાગ્યાથી વરસાદ શરૂ થતાં ખાસ કરીને મહાસાગર જિલ્લાના પ્રાતિજ 5, લુણાવાડા 4, મોડાસા 2॥, મેઘરજ 2, ખાનપુર 1॥, વીરપુર 1॥, માલપુર 1, બાયડ 1, છોટાઉદેપુર 1, કપડવંચ 0॥।, દેશર 0॥।, નડિયાદ 0॥, સાવલી 0॥, જેતપુર પાવી 0॥, શહેરા 0॥, ખંભાત 0॥, ડભોઈ 0॥, ડાંગ આહવા 0॥, મોરવા 0॥, ભીલોડા 0॥ જેટલો વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદના પગલે નદીઓમાં નવા નીરની આવક જોવા મળી છે ત્યારે શહેરી વિસ્તારોમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા તેમજ મુખ્ય માર્ગો ઉપર પણ પાણી ભરાતા વાહન વ્યવહારને ભારે અસર પહોંચી છે. વરસાદના પગલે ડેમોમાં પણ નવા નીરની આવક નોંધાઈ છે. આજે સવારથી 119 તાલુકાઓમાં મેઘાએ મંડાણ કરતા તેમજ ગુજરાત ઉપર કાળાડીબાંગ વાદળોના ગંજ ખડકાયેલા હોય સાંજ સુધીમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના જોવાઈ રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement