For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલથી ઠંડીનો નવો રાઉન્ડ, માવઠાની પણ આગાહી

01:11 PM Jan 22, 2025 IST | Bhumika
કાલથી ઠંડીનો નવો રાઉન્ડ  માવઠાની પણ આગાહી

Advertisement

ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ છે. પરંતુ હજુ શિયાળાએ વિદાય લીધી નથી. ગુજરાતમાં ફરી ઠંડીનો ચમકારો વધવાનો છે. આ સાથે કમોસમી વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં હવામાન અંગે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું કે, 23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના છે. જેના કારણે ગુજરાતમાં ઠંડી વધશે. 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

27 થી 30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાની શક્યતા છે. દક્ષિણ - પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યમાં 27થી 29 જાન્યુઆરી દરમિયાન કેટલાક ભાગમાં માવઠું પડી શકે છે. અંબાલાલે કહ્યું કે 21થી 30 જાન્યુઆરી વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં ફરી ઠંડી વધશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીની શરૂૂઆતમાં ઠંડી ભુક્કા કાઢી નાખશે.

Advertisement

સ્કાયમેટની આગાહી પર પણ એક નજર કરી લઈએ. તેના વરતારા મુજબ, આ વર્ષે જાન્યુઆરીમાં પર્વતો પર સતત હિમવર્ષા થઈ રહી છે. આગામી 24 કલાક દરમિયાન ઊંચા પર્વતો પર બરફવર્ષા થશે. ત્યારબાદ, 22 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement