For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરમાં 19મીએ જિલ્લા સ્તરની વાઇબ્રન્ટ સમિટનું આયોજન, તૈયારી શરૂ

11:50 AM Dec 08, 2025 IST | Bhumika
સુરેન્દ્રનગરમાં 19મીએ જિલ્લા સ્તરની વાઇબ્રન્ટ સમિટનું આયોજન  તૈયારી શરૂ

સુરેન્દ્રનગરમાં આગામી 19 ડિસેમ્બરના રોજ પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જિલ્લા સ્તરીય વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે એક બેઠક યોજાઈ હતી.

Advertisement

આ સમિટમાં બીટુબી (બિઝનેસ ટુ બિઝનેસ) અને બીટુજી (બિઝનેસ ટુ ગવર્નમેન્ટ) જેવી મહત્વની બેઠકો, સેમિનારો અને પ્રદર્શન યોજાશે. જેમાં એગ્રો, ફૂડ પ્રોસેસિંગ, ઓટો ક્ધપોનન્ટ, સિરામિક અને ટેક્સટાઇલ સહિતના મહત્વના ક્ષેત્રોમાં રોકાણ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવશે.જિલ્લા કલેકટરે બેઠકમાં જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત રિજીયોનલ કોન્ફરન્સીસ એ રાજ્ય સરકારનો મહત્વનો કાર્યક્રમ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનાર આ વાઇબ્રન્ટ સમિટમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આનુષાંગિક તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.

બેઠકમાં કાર્યક્રમના સમગ્ર સંચાલન, વિવિધ થીમ આધારિત સેમિનાર માટેની વ્યવસ્થા, પ્રદર્શન સંબંધિત ગોઠવણો, ટ્રાફિક નિયમન, પોલીસ બંદોબસ્ત, સુરક્ષા, કાર્યક્રમ સ્થળ અને શહેરના મુખ્ય માર્ગો પર સ્વચ્છતા, આરોગ્ય વિષયક સુવિધાઓ અને વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તે માટેની કાર્યવાહી સહિત વિવિધ બાબતો અંગે સંબંધિત અધિકારીઓને જરૂૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રોકાણ આકર્ષવા અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવામાં આવે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement