રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યના 117 તાલુકામાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં વરસાદની નવી આગાહી

04:04 PM Jul 12, 2024 IST | admin
Advertisement

સુરત-બોરસદ-વાપીમાં 3 ઈંચ, વલસાડમાં બે ઈંચ પાણી પડ્યું

Advertisement

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 25 તાલુકામાં એક ઈંચથી વધુ મેઘ મહેર થઈ છે. ઉમરગામ, કામરેજમાં સૌથી વધારે 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં 3 ઈંચ, બોરસદમાં 3 ઈંચ, વાપીમાં 3 ઈંચ, વલસાડમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 12મી અને 13મી જુલાઇએ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13મી જુલાઇએ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂૂચ, છોટા ઉદેપુર સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ન હોવાથી લોકોને ગરમી સહન કરવાનો વારો આવશે. રાજ્યમાં આગામી 12મી થી 15મી જુલાઈ દરમિયાન કોરૂૂ ધાકોર વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સાથે રાજ્યમાં વરસાદી ઝાપટા અને દરિયા કિનારોમાં વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં 16મી જુલાઈ પછી મેઘરાજા ફરી સક્રિય થતાં રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા છે. 17થી 24મી જુલાઈમાં રાજ્યમાં વરસાદનું જોર રહેશે. બીજી તરફ 14મી અને 15મી જુલાઈમાં બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

Tags :
gujaratgujarat newsheayrainMonsoon
Advertisement
Next Article
Advertisement