રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેરને પાણી પૂરું પાડતા ચારેય જળાશયોમાં નવાં નીર

11:30 AM Jul 18, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

જામનગર શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરાંત લાલપુર સહિતના ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદના કારણે જામનગર શહેરને પાણી પૂરું પાડતા ચારેય જળાશયોમાં નવા નીર આવ્યા છે, જેથી જામનગર શહેર માટે હાલ ત્રણ માસ ચાલે તેટલો પાણી નો જથ્થો ચારેય ડેમમાં સંગ્રહ થયો છે.જામનગરના રણજીતસાગર ડેમમાં ગઈકાલે નવું બે ફૂટ પાણી આવ્યું છે ડેમની સપાટી 20 ફૂટ હતી જે વધીને 22 ફૂટ થઈ છે, અને 636 એમ.સી.એફ.ટી. નવું પાણી આવ્યું છે.

આ ઉપરાંત શહેરને પાણી પૂરું પાડતા સસોઇ ડેમમાં પણ ગઈકાલે અડધો ફૂટ નવું પાણી આવ્યું છે. કુલ 534 એમ.સી.એફ.ટી. નવા પાણીની આવક થતાં ડેમની કુલ સપાટી 13.88 ફુટ થઇ છે.આ ઉપરાંત ઉંડ -2 ડેમમાં પણ ગઈકાલે રાત્રે 857 એમ.સી.એફ.ટી. પાણી આવતાં હાલ ડેમની સપાટી 13.45 ફૂટ થઈ છે. જ્યારે આજી ડેમમાં પણ ગઈકાલે 450 એમસીએફટી નવું પાણી આવ્યું છે, અને આ ડેમની સપાટી પણ 12.13 ફૂટ થઈ છે.

ચારેય જળાશયો માં નવા પાણીની આવક થવાથી જામનગર શહેર માટે ત્રણેક મહિના જેટલો પાણી નો જથ્થો સંગ્રહિત થયો છે, એમ જામનગર મહાનગર પાલિકાની હોટલ વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચારણીયા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે. અને હજુ પણ વરસાદી વાતાવરણ બંધાયેલું છે, જેથી તમામ ડેમમાં વધુ પાણીની આવક થઈ શકે તેમ છે.

જામનગર શહેરના જીવાદોરી સમાન રણમલ તળાવમાં પણ નવા પાણીની આવક થઈ છે.
ગઈકાલે દરેડ આસપાસના ગ્રામ્ય પંથકમાં બે ઇંચથી વધુ વરસાદ પડી ગયો હોવાના કારણે દરેડ ની કેનાલમાં પાણી આવ્યું હતું, અને તળાવ ઠલવાયું હતું, જેથી રણમલ તળાવની સપાટીમાં પણ વધારો થયો છે.

જિલ્લામાં ગઈકાલે પડેલા વરસાદના કારણે 25 ડેમ પૈકી ચાર જળાશયો ઓવરફ્લો થયા
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે મેઘરાજાનો વધુ એક રાઉન્ડ જોવા મળ્યો હતો, અને ગઈકાલે પડેલા વરસાદના કારણે જામનગર જિલ્લાના 25 જળાશયોમાંથી ચાર જળાશયો ઓવરફ્લો થયા છે. જયારે અન્ય પાંચ જળાશયમાં નવા પાણીની આવક થઈ છે. ગઈકાલે પડેલા વરસાદના કારણે જામનગર નજીક આવેલો સપડા ડેમ કે જે ગઈકાલના વરસાદથી ઓવરફ્લો થઈ ગયો છે. તે ઉપરાંત રસોઈ-2 ડેમ કે જે અનગેટેડ છે, તે ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે, અને ડેમની પાળી પરથી પાણી પસાર થઈ રહ્યું છે. ત્યારબાદ ઉંડ-4 ડેમ અને વાગડિયા ડેમ કે જે આ બંને ડેમ પણ અનગેટેડ છે, અને તે બંને ડેમ પણ પુરા ભરાઈ ગયા છે. અને ઓવરફલો થઈ રહ્યા છે. આ પહેલા ઉમિયા સાગર ડેમ માં પાણી ન વધુ જથ્થો આવી ગયો હોવાથી ડેમના પાટીયા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું, અને ડેમની સપાટી જાળવવામાં આવી છે. ઉપરાંત અન્ય પાંચ જળાશયોમાં ગઈકાલે નવા પાણીની આવક થઈ છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement