રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સૌરાષ્ટ્રના 31 ડેમમાં નવા નીર: 16 ઓવરફ્લો

11:31 AM Jul 20, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

વેણુ-2, આજી-2, ફોફળ, ભાદર-2, મચ્છુ-3, ફુલઝર-1, ફુલઝર-2, ડાયમીનસર, ઊંડ-3, રંગમતી, વાડીસંગ, ફુલઝર કોબા, રૂપારેલ, ઉમિયા સાગર, સિંઘણી અને સોરઠી ડેમ છલકાયા: ડેમમાંથી પાણી છોડાતા નદીકાંઠાના અને હેઠવાસના વિસ્તારોને સાવચેત કરી નદીના પટ્ટમાં ન જવાની સૂચના અપાઈ

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે વધુ 31 જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થઈ છે. રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, અમરેલી અને પોરબંદર જિલ્લાના 31 ડેમમાં 1થી 13 ફૂટ વરસાદી પાણીની આવક જોવા મળી છે. જ્યારે 16 ડેમ ઓવરફ્લો થતાં ડેમના 2 થી 6 દરવાજા 1થી 4 ફૂટ ખોલવામાં આવતા નદીકાંઠાના અને હેઠવાસના વિસ્તારોને સાવચેત કરી નદીના પટ્ટમાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ભારે વરસાદને પગલે એક ડઝનથી વધુ ડેમ છલકાયા છે. જ્યારે 31 ડેમમાં 13 ફૂટ સુધી નવું પાણી ઠલવાતા જળાશયોની સપાટીમાં વધારો થયો છે. સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, ભારે વરસાદના કારણે વેણુ-2ના ચાર દરવાજા, આજી-2નો એક, ભાદર- રનો એક, મચ્છુ-3નો એક, ફ્લજરના બે, ઉમિયા સાગર ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. જ્યારે ડાઈ મીણસર, ફોફળ-2, સિંધણી, વાસલ ડેમ છલકાતા નિચાણ વાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના સરકારી તંત્ર દ્વારા આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં 12 થી 16 ઈંચ વરસાદ પડતા જળાશયોમાં પાણીની આવક શરૂૂ થઈ છે. રાજકોટ જિલ્લાના 10 ડેમમાં નવા પાણીનું આગમન થયું છે. તેમાં ભાદરમાં 1.51 ફૂટ, મોજમાં 4.20, ફોફળમાં 1.41, આજી-3માં 1.28, સોડવદરમાં 3.94, સુરવોમાં 0.98, ન્યારી એકમાં 0.16, ન્યારી-બેમાં 1.15 અને કરણુકીમાં 4.92 ફૂટ નવું પાણી આવ્યું છે. મોરબી જિલ્લાના મચ્છુ-2માં 0.26, નિ ક જ ડેમી-1માં 1.31, ડેમી-2માં 0.66 અને ડેમી-3માં 1.48 ફૂટ નવું પાણી આવ્યું છે. જામનગર જિલ્લાના ફુલજર-રમાં 4.92, ઉંડ-1માં 3.2, વાડિસગમાં 2 1.44, રૂૂપારેલમાં 0. 16 ફૂટ નવું પાણી ઠલવાયું છે. જિલ્લામાં ગઈકાલ રાતથી ભારે દ્વારકા વરસાદ પડતા એક ડઝન ડેમમાંથી 11 ડેમમાં 13 ફૂટ સુધી નવા પાણીની આવક થઈ છે. તેમાં ઘી ડેમમાં 2.79, વર્તુ-1માં 7.22, ગઢકીમા 3.61, વર્તુ-2માં 2.13, સોનમતીમાં 4.10, શેઢા ભાડથરીમાં 5.09, વેરાડીમાં 13.62, કાબરકામા 3.77, વેરાડી બે માં 4.76 અને મીણસારમાં 11.55 ફૂટ નવા પાણીનીઆવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે.
જામનગર જિલ્લામાં અતિવૃષ્ટીથી ખંભાળિયા - જામનગર માર્ગ પર આવેલા મહત્વના એવા સિંહણ ડેમમાં ઉપરવાસના ભારે વરસાદના કારણે દસ ફૂટ જેટલું નવું પાણી આવ્યું હતું. જેના પગલે શુક્રવારે સવારે સિંહણ ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. સાંજે ડેમ ત્રણ ફૂટે ઓવરફ્લો જતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સિંહણ ડેમમાંથી સલાયા, આંબલા, વાડીનાર, માંઢા સહિતના એક ડઝન જેટલા ગામોને પીવાનું પાણી મળે છે. જેથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદની લાગણી વ્યાપી હતી. ખંભાળિયા નજીક આવેલો મોટો ગણાતો કોલવા ગામનો ડેમ પણ છલકાઈ જતા તેના પાણીની સીધી આવક અહીંના ધી ડેમમાં થવા પામી છે. ભાણવડની જીવા દોરી સમાન સતસાગર ડેમ પણ ગઈકાલે છલકાઈ જતા ભાણવડવાસીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. ખંભાળિયા પંથકમાં ધી ડેમ નજીકના ગામડાઓમાં ધોધમાર વરસાદના પગલે અહીંના ઘી ડેમમાં નવા નીરની ધીંગી આવક થવા પામી હતી અને બે દિવસમાં આશરે છ ફૂટ જેટલું નવું પાણી આવી જતા ડેમની સપાટી 16 ફૂટ સુધી પહોંચી છે. 20 ફૂટનો ઘી ડેમ આજ-કાલમાં જ છલકાઈ જાય તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે.

ભારે વરસાદના પગલે કાલાવડ શહેરની જીવાદોરી સમાન બાલંભડી ડેમ થયો ઓવરફ્લો.તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માં ભારે વરસાદ પડતાં બાલંભડી ડેમ ઓવરફ્લો થયો. તાલુકાના મૂળીલા, બાલંભડી, દાણીધાર,ખીજડિયા સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં 5 ઈંચ કરતા વધુ સતત વરસાદ પડ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં વરસાદી પાણી ડેમ માં આવ્યું બાલંભડી ડેમ 18 ફૂટે ઓવરફ્લો થયો. બાલંભડી ડેમ કાલાવડ શહેર ને પીવાનું પાણી અને ખેડૂતો ને સિંચાઈ નું પાણી પૂરું પાડે છે.ડેમ માં પાણીની આવક થતા શહેરિજનો માં ખુશી જોવા મળી.શહેરિજનો પાણી જોવા ડેમ પર ઉમટ્યા. ખેડૂતો એ નાળિયેર વધારી નીર ના વધામણાં કર્યા હતાં.

સલાયામાં 2 કલાકમાં 2.5 ઇંચ જોરદાર વરસાદ
ગુજરાત મિરર, સલાયા તા.20: સલાયામાં ગઈ રાત બાદ આજે સવારના પણ વરસાદે જોરદાર ઈનિંગ રમી હતી. સવારે 10 થી 12 ની વચ્ચે અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જેથી સલાયાના વિસ્તારોમાં ગોઠણ સુધી પાણી ભરાયાં હતાં. સલાયામાં આવેલ બંને તળાવો ઓવર ફલો થયા હતા. જેના પાણી રસ્તા ઉપર આવી ગયા હતા. જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ પાણી ભરાયાં હતાં. સાથે સાથે સલાયાને પાણી પૂરું પાડતો સીંહણ ડેમ ઓવર ફલો થતાં સલાયા વાસીઓમાં ખુશીની લાગણી છવાઈ હતી. સલાયા ગોઇંજ રોડ ઉપરના કોઝવે ઓવરફ્લો થતાં તે માર્ગ પોલીસ દ્વારા બંધ કરાયો છે. હાલ વરસાદ બંધ થયો છે. પરંતુ ઉપરવાસ માં બહુ વરસાદ થયો હોઈ હજુ ગામમાંથી પાણી ઉતર્યા નથી.

Tags :
Damgujaratgujarat newsMonsoonrainrain fallSaurashtraSaurashtra news
Advertisement
Next Article
Advertisement