કો.સાંગાણી તાલુકાની નવી ખોખરી અને જૂની ખોખરી ગ્રામ પંચાયત સમરસ જાહેર
કોટડાસાંગાણી તાલુકામા ગ્રામપંચાયત સામાન્ય ચુંટણીમાં નવી ખોખરી અને જુની ખોખરી બને ગ્રામપંચાયત સરપંચ અને સભ્ય ઓ બિન હરીફ જાહેર કરવામાં આવેલ. કોટડાસાંગાણી ના તાલુકાના ગામોમાં સામાન્ય ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ માં આજે ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયેલ કોટડા સાંગાણી તાલુકાના નવી ખોખરી અને જૂની ખોખરી માં સામાન્ય ચૂંટણી 2025 અંતગર્ત સરપંચ અને સભ્યો ઓ બિનહરી જાહેર કરવામાં આવેલ નવી ખોખરી ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન વાલજીભાઈ ભાખોતરા બિન હરીફ જાહેર કરેલ અને વોર્ડ નંબર 1થી 8 સભ્યો ઓ બિન હરીફ જાહેર કરેલ અને જૂની ખોખરી ગામના સરપંચ ઉમેદવાર દિવ્યા બેન હરસુખ ભાઈ ડાભી તેમજ વોટ નંબર 1થી 8 સભ્યો ઓ બિન હરીફ જાહેર કરવામાં આવેલ તેમજ રામોદ ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં સરપંચ તરીકે ઉષા બેન રમેશ ભાઈ રાઠોડ અને ગ્રામ પંચાયત સભ્ય બે બિન હરીફ જાહેર કરેલ અને પેટા ચૂંટણી રામપરા સરપંચ બાબુભાઈ ભલાભાઇ બાબરીયા સરપંચ તરીકે બિનહરીફ જાહેર કરેલ અને પેટા ચૂંટણીમાં આણંદ પર નવાગામ સરપંચની ચૂંટણી કરવામાં આવી રહી છે.
થોરડી ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં બોર્ડમાં કોઈ ફોર્મ રજૂ કરવામાં આવેલ નથી તે ઓડ માં જગ્યા ખાલી અને ચાપા બેડા ગ્રામ પંચાયત પેટા ચૂંટણીમાં સભ્યની કોઈ ઉમેદવારી કરવામાં આવેલ હતી તે પણ સભ્યની જગ્યા ખાલી અને અનિડા વાછરા સામાન્ય સ્ત્રી સરપંચ ક્રિષ્ના બા ગુલાબસિંહ ડાભી સરપંચના ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલ અને નવઘણ ચોરા પેટા ચૂંટણીમાં સરપંચની ચૂંટણી કરવામાં આવી રહી છે તેમાં બિનહરીફ થયેલ નથીજેમાં ચૂંટણી ખેંચવાનો દિવસ આજે છેલ્લો હતો જેમાં છેલ્લા દિવસે ચૂંટણીના ચિત્ર કોટડાસાંગાણી તાલુકામાં આજે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ હતી અને ચુંટણી ચિત્ર સ્પષ્ટ થયેલ હતું અને ચૂંટણી અધિકારી અશ્વિનભાઈ મારુ અને મદદનિ ચુંટણી અધિકારી ડી,આર, વિરડા ટી,અસે પઠાણ ભુપત મેવાસીયા એમાં ચૂંટણી અધિકારીઓ આજે ચૂંટણી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયેલ છે .