For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઈન્કમટેક્સના નવા જોઈન્ટ એડિ. કમિશનર તરીકે અંસારીની નિમણૂક

05:42 PM Aug 16, 2024 IST | Bhumika
ઈન્કમટેક્સના નવા જોઈન્ટ એડિ  કમિશનર તરીકે અંસારીની નિમણૂક
Advertisement

આસિસ્ટન્ટ કમિશનર તરીકે અમદાવાદથી આવેલા મૂળ સૌરાષ્ટ્રના ઉમેશ પાઠકને પોસ્ટિંગ અપાયું

ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગમાં મોટાપાયે બદલીઓ કરવમાં આવી છે. રાજકોટના 8 એડીશનલ જોઈન્ટ કમિશ્નર અને 19 આસિસ્ટન્ટ કમિશ્નર સહીત ગુજરાતના 196 આવકવેરા અધિકારીઓની બદલી કરવમાં આવી છે.
જેમાં રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગની ઇન્વેસ્ટીગેશન વીંગના નવા જોઇન્ટ ડાયરેકટર તરીકે શકીલ અંસારી અને આસીસ્ટન્ટ ડાયરેકટર તરીકે ઉમેશ પાઠકની નિયુક્તિ કરવામાં આવી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગની ઇન્વેસ્ટીગેશન વીંગના એડીશનલ જોઈન્ટ કમિશ્નર દ્રુપસિંહ મીના અને આસિસ્ટન્ટ કમિશ્નર આદર્શ તિવારીની અમદાવાદ બદલી થઇ હતી. તેમના સ્થાને એડીશનલ જોઈન્ટ કમિશ્નર તરીકે રાજકોટના જ શકીલ અંશારી તથા આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે અમદવાદથી આવેલ ઉમેશ પાઠકની નિમણુંક કરવામાં આવી છે.

ગુજરાતના આવકવેરા વિભાગ દ્વારા મોટાપાયે બદલીનાં ઓર્ડર નીકળ્યા હતા. જોઈન્ટ અને એડીશ્નલ કમિશ્નર દરજ્જાનાં અંદાજે 83 અને 113 આસિસ્ટન્ટ કમિશ્નરની બદલી ઓર્ડર સાગમટે નીકળતા રાજકોટમાં ફરજ બજાવતા અનેક અધિકારીઓનાં બીજા નાના શહેરોમાં નિમણુંકના હુકમો થયા છે. આ અધિકારીઓને બદલીની જગ્યાએ ત્વરિત હાજર રહેવા પણ તાકીદ કરવામાં આવી છે. બીજી સૌથી મોટી વાત તો એ છે કે 67 જેટલા સીનીયર અને જુનીયર અધિકારીઓને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. કારણ કે જે સમયથી એસેસમેન્ટ સિસ્ટમ અમલી બનાવવામાં આવી છે તે સમયથી જ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી.ઇન્કમટેક્ષ વિભાગમાં હજુ પણ અધિકારીઓની પોસ્ટ ખાલી છે. પરિણામ સ્વરૂૂપે અધિકારીઓને વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો હતો.

ઇન્કમટેક્ષ વિભાગમાં રાજ્યભરના અધિકારીઓની બદલી કરવમાં આવી છે. જેમાં રાજકોટ ઉપરાંત જામનગર,મોરબી, જૂનાગઢ,ભાવનગરના અધિકારીઓ બદલાયા છે. રાજકોટના ઇન્વેસ્ટીગેશન વીંગના એડીશનલ જોઈન્ટ કમિશ્નર દ્રુપસિંહ મીના અને આસિસ્ટન્ટ કમિશ્નર આદર્શ તિવારીની બદલી થઇ હતી તેમના સ્થાને રાજકોટ એડીશનલ જોઈન્ટ કમિશ્નર તરીકે શકીલ અંસારી અને આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે અમદાવાદથી બદલી થઇને રાજકોટ આવેલ ઉમેશ પાઠકની નિમણુક કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement