સિંહના અકુદરતી મોત અટકાવવા નવી માર્ગદર્શિકા જાહેર
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ટ્રેનની સ્પીડ 30 કિ.મી.કરાઈ, દર મહિનાના પહેલા અઠવાડીએ હાઈલેવલ મિટિંંગ મળશે
હવે જંગલના રાજા પર AIની નજર:અકુદરતી મોત રોકવા સરકારે હાઇકોર્ટમાં મૂકી નવી SOP, એશિયાટિક લાયનને બચાવવા ટેકનોલોજીનો સહારોઅમદાવાદ 3 કલાક પેહલા ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ષ 2018માં સિંહોના અપમૃત્યુને લઈને સમાચાર સંસ્થાઓના અહેવાલને આધારે સુઓમોટો પિટિશન હાથ ધરવામાં આવી હતી. જે મુદ્દે ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઇ હતી. હાઈકોર્ટના ગત સુનાવણીમાં હુકમ કર્યો હતો કે, રેલવે અને વન વિભાગ ભેગા મળીને એક હાઈ લેવલ કમિટી બનાવે જે સિંહોના આકસ્મિક મૃત્યુના કારણો અને તેને અટકાવવાના ઉપાયો શોધીને એક SOP બનાવે. જેમાં રેલવેએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટના આદેશ મુજબ 10 સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં 5 સભ્યો વન વિભાગના અને 5 સભ્યો રેલવેના ઉચ્ચ અધિકારીઓ છે.
છેલ્લી સુનાવણીમાં કોર્ટે ત્રણ માહિતી વનવિભાગ પાસે માંગી હતી. જેમાં રેલવે ટ્રેક ઉપર સિહોના મૃત્યુનું અટકાવવા SOP, મીટર ગેજને બ્રોડગેજમાં ફેરવવા માટે યોગ્યતા જોવી અને જે અકસ્માતોમાં સિહોના મૃત્યુ થયા છે તેની તપાસ કરવી. કોર્ટને માહિતી આપવામાં આવી હતી કે, રેલવે અને જંગલ વિભાગના સેક્રેટરીએ એક હાઈ લેવલ કમિટી બનાવી છે. આ હાઈ લેવલ કમિટીમાં પ્રિન્સિપલ ચીફ ક્ધઝર્વટેર ફોરેસ્ટ, ચીફ વાઇલ્ડ લાઈફ વોર્ડન, પ્રિન્સિપલ ચીફ સિગ્નલ એન્જિનિયર વેસ્ટર્ન રેલવે, પ્રિન્સિપલ ચીફ ઈલેક્ટ્રિક એન્જિનિયર વેસ્ટર્ન રેલવે, પ્રિન્સિપલ ચીફ એન્જિનિયર વેસ્ટર્ન રેલવે, રિપ્રેઝન્ટેટિવ ઓફ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, એડિશનલ જોઈન્ટ ડેપ્યુટી સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ, ડિવિઝન રેલવે મેનેજર ભાવનગર અને ચીફ ક્ધઝર્વેટર ફોરેસ્ટનો સમાવેશ થાય છે.
કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 523થી વધીને 674 પહોંચી છે. જે 29%નો વધારો સૂચવે છે. SOPની અંદર ગીરના જંગલોમાં સૂર્યાસ્તથી લઈને સૂર્યોદય સુધી ટ્રેનની સ્પીડ ઘટાડવાની વાત છે, સિંહોના કોરિડોરમાં અંડરપાસ બનાવવાની વાત છે, રેલવે ટ્રેક કે તેની આજુબાજુમાં દેખાય તો તુરંત પગલાં લેવા માટેનું મિકેનિઝમ ગોઠવવામાં આવ્યું છે, ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો ઉપયોગ સિંહોને બચાવવા માટે કરવામાં આવશે, રેલવે સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવશે, સમયાંતરે રિવ્યૂ મિટિંગ યોજવામાં આવશે, સિંહોના હોટસ્પોટ વિસ્તારોમાં ટ્રેનની સ્પીડ 30 કિલોમીટર પ્રતિ કલાક રહેશે, સિંહોના ટ્રેકરને વોકીટોકી, મોબાઇલ વગેરે સાધનો આપવામાં આવ્યા છે. ફોરેસ્ટ વિભાગનો એક કર્મચારી ડિવિઝનલ રેલવે મેનેજરની ઓફિસે ઉપસ્થિત રહેશે. સિંહોની વિગતો વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા શેર કરવામાં આવશે.
હાઈ લેવલ કમિટી ઉપરાંત શેત્રુંજી, રાજુલા, ગીર અને સાવરકુંડલા માટે એક જોઈન્ટ કમિટી બનાવવામાં આવી છે. જે દર મહિનાના પહેલા અઠવાડિયે મિટિંગ કરશે. બીજી ડિવિઝનલ ઝોન કમિટી બનાવવામાં આવી છે. જેમાં ટ્રેનની સ્પીડ ઘટાડવા અને લાયન ટ્રેકર સિંહ ઉપર વોચ રાખશે. દર મહિનાના પહેલા અઠવાડિયામાં તેની મિટિંગ મળશે. ત્રીજી સર્કલ લેવલની કમિટી બનાવવામાં આવી છે, જે દર ત્રણ મહિને મિટિંગ યોજશે અને ત્યારબાદ યોગ્ય પરિણામ મળતા વર્ષમાં બે વખત મિટિંગ યોજશે. આ કમિટીઓમાં રેલવે અને વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સામેલ છે.
રેન્જ લેવલ કમિટી સિંહ કોરિડોરમાં નવા અંડર પાસની શક્યતાઓ શોધીને ત્રણ મહિનામાં જણાવશે. રેલવે ટ્રેક ઉપરની વનસ્પતિઓ દૂર કરાશે, જેથી કરીને દૂરથી પણ જો ટ્રેક ઉપર સિંહ હોય તો જોઈ શકાય. 86 જગ્યાએ સોલર પાવર આધારિત લાઈટો મૂકવામાં આવી છે, જેની સંખ્યામાં વધારો કરવામાં આવશે. અઈં કેમેરા દ્વારા હોટસ્પોટ વિસ્તારોનું નિરીક્ષણ કરવામાં આવશે. ગીર વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેકોની આસપાસ ફેન્સિંગ પણ ચકાસવામાં આવી રહ્યું છે. જ્યારે રિપેરની જરૂૂર છે ત્યા રિપેરિંગ કરાશે અને નવી ફેન્સિંગ પણ નાખવામાં આવશે. જે ટ્રેકને મીટરગેજથી બ્રોડગેજમાં પરિવર્તિત કરવાનો છે. તેની યોગ્યતા ચકાસ્યા બાદ રાજ્ય અને કેન્દ્રના વાઇલ્ડ લાઇફ બોર્ડની મંજૂરી લેવામાં આવશે.