હાપા યાર્ડમાં નવા વર્ષના પ્રારંભે નવા ધાણાના શ્રીગણેશ
પ્રથમ ત્રણ બેગની આવક, 20 કિલોના 5611ના ભાવે સોદા થયા
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં અંગ્રેજી નવા વર્ષના પ્રારંભની સાથે આજે ગુરુવારે સવારે નવા ધાણા ની આવક થઈ છે. જામકંડોરણા પંથકના ખેડૂત ધીરુભાઈ વલ્લભભાઈ દ્વારા પોતાના 20 કિલોની ત્રણ બેગ ભરીને ધાણા ને માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે લાવવામાં આવ્યા હતા, અને તેના સોદા થયા હતા.
જેની હરાજી દરમિયાન 20 કિલો ની બેગ નો 5611 નો ભાવ બોલાયો હતો, અને જામનગરના માંગલ એન્ટરપ્રાઇઝ નામના એજન્ટની મારફતે આશિષ ટ્રેડિંગ કંપની દ્વારા તેની ખરીદી કરવામાં આવી હતી, અને નવા વર્ષના પ્રારંભની સાથે જ ધાણા ની આવક શરૂૂ થઈ ગઈ છે.
સામાન્ય રીતે 1400 થી 2,000 રૂૂપિયા ની 20 કિલોની ધાણા ની બેગના સોદા થતા હોય છે,પરંતુ આ પ્રારંભે 5611 નો ઊંચો ભાવ બોલાયો હતો. જેથી આ વખતે ધાણા ના વેચાણ ના પણ ઊંચા ભાવ બોલાશે, તેમ મનાઈ રહ્યું છે, અને ખેડૂતો માટે આનંદદાયક સમાચાર છે.