રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેશમાં સૌ પ્રથમવાર હાલારના દરિયાકાંઠાના-કીચડિયા પક્ષીની ગણતરી

12:20 PM Jan 03, 2025 IST | Bhumika
Advertisement

મરીન નેશનલ પાર્ક- સેન્ચુરી વિસ્તારમાં આશરે 300થી વધારે પ્રજાતિના સ્થાનિક-યાયાવર પક્ષીઓનું રહેઠાણ: ઓખાથી નવલખી સુધીના 170 કિ.મી. દરિયાકિનારાના પસંદ કરાયેલા સ્થળોનો સમાવેશ

Advertisement

દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક- મરીન સેન્ચુરી જામનગર ખાતે આજે થી તા. 05 જાન્યુઆરી, 2025 દરમિયાન દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી-સેન્સસ યોજાનાર છે. દરિયાકાંઠાના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન એવા જામનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કિચડીયા પક્ષીઓ તેમજ દરિયા કિનારાનાં પક્ષીઓની ગણતરી કરવામાં આવશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા તજજ્ઞોના વકતવ્યો, બીજા દિવસે પક્ષીઓની ગણતરીનું આયોજન તેમજ ત્રીજા દિવસે નોલેજ શેરીંગ અને સમાપન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પક્ષી પ્રેમીઓ, તજજ્ઞો અને સંશોધકો ઉપસ્થિત રહેશે.

સમગ્ર વિશ્વમાં ગુજરાત અનેક જૈવવિવિધતા માટે જાણીતું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ વન - પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની આગેવાનીમાં વન વિભાગ દ્વારા પર્યાવરણ-જળચર સંરક્ષણ માટે અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે જેના પરિણામે ગુજરાતે આજે દેશભરમાં વન-પર્યાવરણ ક્ષેત્રે આગવી ઓળખ સ્થાપિત કરી છે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ ક્ધઝર્વેશન સોસાયટી ગુજરાત-ઇઈજૠના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે. ઇઈજૠ પક્ષીઓ માટે છેલ્લાં 25 વર્ષથી ગુજરાતમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા છે. જે પક્ષીઓનું સંરક્ષણ, ગણતરી, નિરીક્ષણ તથા પક્ષીઓ પાછળનું વિજ્ઞાન અને તે અંગેની જન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરે છે.

પક્ષી જગતમાં જામનગરનું અનેરુ મહત્ત્વ
સ્થાનિક અને વિદેશી પક્ષીઓ માટે ગુજરાતનો જામનગર જિલ્લો રાષ્ટ્રીયકક્ષાએ ખૂબ અનેરુ મહત્વ ધરાવે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પક્ષીઓ આ સમૃદ્ધ વિસ્તારોમાં વિહરતા જોવા મળે છે. આ વિસ્તારમાં આવેલા જળપ્લાવિત વિસ્તારો, લાંબી દરિયાઈ પટ્ટી, ડુંગરાળ અને ઘાસના વિસ્તારો, જળાશયો અને સોલ્ટ પાન પક્ષીઓને રેહઠાણ-ખોરાક માટેની આદર્શ પરિસ્થિતિ પુરી પાડતા હોવાથી તેમના માટે આય વિસ્તાર સ્વર્ગ સમાન છે. વર્ષોથી અહિયાં વિચરતા કિચડિયા- વડર્સ પક્ષીઓ જામનગર માટે આભૂષણ સમાન છે. જામનગરમાં આશરે 300 થી વધારે સ્થાનિક અને પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે. માત્ર કિચડીયા પક્ષીઓની 50 થી વધારે પ્રજાતીઓ જોવા મળે છે. એમાં પણ નસ્ત્રશંખલો- ક્રાબ પ્લોવર નસ્ત્ર, નસ્ત્રમોટો કિચડિયો - ગ્રેટ કનોટ નસ્ત્ર જેવા પક્ષીઓ દેશમાં અન્યત્ર ખૂબ જ ઓછા જોવા મળે છે, જ્યારે જામનગરમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતા હોય છે. જેના ફળસ્વરૂૂપે ખીજડિયા પક્ષી અભયારણ્ય,નરારા અને અન્ય વિસ્તારો પક્ષી પ્રેમીઓ, સંશોધકો અને પ્રવાસીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. માત્ર કિચડિયા પક્ષીઓની ગણતરીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હોય તેવો આ પ્રથમ પ્રયાસ બની રહેશે.

Tags :
birdsgujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement