ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે નવી કસરત, તમામ મિલકતોને સરવે કરાશે

03:38 PM Feb 14, 2025 IST | Bhumika
Advertisement

એજન્સી દ્વારા કામગીરી કરાશે, તમામને આઈકાર્ડ અપાશે, સરવે દરમિયાન મિલકતના ફક્ત ફોટા પાડશે, લોકોને સહકાર આપવા મનપાની અપીલ

Advertisement


રાજકોટ શહેરને સ્વચ્છતા રેકીંગમાં નંબર 1 લઈ આવવા માટે મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન પદ્ધતિમાં ધરમુળથી ફેરફાર કરી રૂા. 1100 કરોડના ખર્ચે એજન્સીને કામ સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે જરૂરી મશીનરી સહિતના કેટલાક સાધનોની જરૂરિયાત ઉભી થશે તે જાણવા માટે શહેરની તમામ મિલ્કતોનો સર્વે કરવો જરૂરી બનેલ હોય હવે એજન્સી દ્વારા શહેરની અંદાજીત 5.30 લાખ મિલ્કતોના ફોટા પાડી તેનો ડેટાબેઈઝ તૈયાર કરવામાં આવશે. એજન્સીના માણસોને આઈકાર્ડ આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા ફક્ત મિલ્કતનો ફોટો પાડવામાં આવશે. મિલ્કત સબંધીત કોઈ જાતના સવાલ પુછવામાં નહીં આવે આથી દરેક નાગરિકે એજન્સીના માણસોને સહકાર આપવા માટે મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજકોટ શહેરમાં સમાવિષ્ટ વોર્ડ વિસ્તારમાંથી મિનિ ટીપર વાહનો મારફતે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની નવીનતમ ટેક્નોલોજી આધારીત શહેરના દરેક ઘર, ઓફિસ, દુકાન, રેસ્ટોરન્ટ, હોટેલ, લારી-ગલ્લા, ક્લીનિક, હોસ્પિટલ, કોમ્યુફનિટી હોલ, જ્ઞાતિની વાડી, પાર્ટી પ્લોગટ વિગેરેનો સર્વે થનાર છે, જે સર્વે એજન્સીના સ્ટાફ દ્વારા થનાર છે, જે એજન્સીના સ્ટાફ સ્થળ પર આવી વોર્ડ વિસ્તારના દરેક ઘર, ઓફિસ, દુકાન, રેસ્ટોરન્ટ, હોટેલ, લારી-ગલ્લા, ક્લીનિક, હોસ્પિટલ, કોમ્યુ નિટી હોલ, જ્ઞાતિની વાડી, પાર્ટી પ્લોનટ વિગેરેના ફોટા લેવામાં આવશે, તેઓ દ્વારા મિલકત સંબધી કોઈપણ સવાલ કરવામાં આવશે નહીં, આ સર્વે માત્ર ને માત્ર મિલકત ગણતરીનો સર્વે છે.

સર્વે કરવા આવનાર એજન્સીનો સ્ટાફ તેઓના ફોટા સાથે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા લગત ઝોનના નાયબ પર્યાવરણ ઇજ્નેર દ્વારા સહી કરી પ્રમાણીત કરેલ ઓળખ કાર્ડ સાથે જ આવનાર છે. તો દરેક મિલકત ધારકને રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સર્વે કરવા આવનાર એજન્સીના સ્ટાફને પૂરતો સહકાર આપવા આથી નમ્ર અપીલ કરવામાં આવે છે.

ગૃહિણીઓને નિરાંત : એજન્સી ઘરે ઘરેથી કચરો લઈ જશે
મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સોલીડ વેસ્ટ અને પર્યાવરણ વિભાગમાં મોટા ફેરફારો કરી ડબલ ભાવથી એજન્સીને ડોર ટુ ડોર ગારબેજ કલેક્શનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેના લીધે ટીપરવાનની સંખ્યામાં વધારો થશે તેમજ ન્યુસન્સ પોઈન્ટ તદન નાબુદ થઈ જશે. રૂા. 1100 કરોડના ખર્ચે કરાર કરવામાં આવ્યા છે. જેના લીધે ટીપરવાનની સાથે આવનાર માણસો દ્વારા હવે ઘરે ઘરેથી કચરો લેવામાં આવશે. ગૃહિણીઓ દ્વારા અત્યાર સુધી ટીપરવાન આવે ત્યારે ઘરબહાર નિકળી ટીપરવાનમાં કચરો ઠલવવા માટે જવું પડતું હતું જેના સ્થાને હવે ટીપરવાન ચાલક ઘરમાં આવીને ડસ્ટબીન લઈ કચરો ઠલવીને ડસ્ટબીન તેના સ્થાને પરત મુકી જશે. આથી ડબલ ખર્ચો કરવાથી ગૃહિણીઓને મોટી રાહત મળશે.

Tags :
Door-to-door garbage collectiongujaratgujarat newsrajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement